Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભૂવનેશ્વર એરપોર્ટ ટર્મિનલ પર નિર્માણાધીન છત ધસી જતાં એક વ્યક્તિનું : એક ઘાયલ

ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 ને જોડતી કડી બિલ્ડિંગના બાંધકામ હેઠળની છત ધરાશાયી

ઓરિસ્સાના ભૂવનેશ્વર એરપોર્ટ ટર્મિનલની પાસે થયેલા એક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. બચાવ કામગીરી માટે ટીમ કામગીરી કરી રહી છે.

   ઓડિશાના ભુવનેશ્વર એરપોર્ટના ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 ને જોડતી કડી બિલ્ડિંગના બાંધકામ હેઠળની છત તૂટી જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર છે

(2:49 pm IST)