Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી ૨૫ના મોત, ઘણા ઇજાગ્રસ્તો

મોટી સંખ્યામાં ઇમારતો ધરાશાયી થઇ ગઈ : ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર ૬.૮ : મોટી સંખ્યામાં લોકો લાપત્તા :બચાવ અને રાહત કાર્ય યુદ્ધના ધોરણે જારી

એલાજિગ, તા. ૨૫ : .૮ની તીવ્રતાના વિનાશકારી ભૂકંપના કારણે પૂર્વીય તુર્કી હચમચી ઉઠ્યું છે. ભૂકંપના કારણે અનેક મકાનો અને ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ ગયા છે. શક્તિશાળી ભૂકંપમાં મોતનો આંકડો હજુ સુધી ૨૫ સુધી પહોંચ્યો છે જ્યારે ઘાયલોની સંખ્યા ૧૦૦૦થી પણ ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે વહેલી પરોઢે ઇમારતો હેઠળથી જીવિત બચી ગયેલા લોકોને કાઢવાની પ્રક્રિયા પણ ચાલી રહી હતી. ભૂકંપ બાદ ૪૦થી વધુ લોકો હજુ પણ લાપત્તા થયેલા છે. ઘાયલોની સંખ્યા પણ ખુબ મોટી હોવાનું જાણવા મળી રહ્યું છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તુર્કીના પ્રમુખ રજબે કહ્યું છે કે, ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમે અમારા લોકોની સાથે છીએ. તુર્કીના ટેલિવિઝન દ્વારા ભયભીત કરી દેનાર ફોટાઓ જારી કરવામાં આવ્યા છે. સ્થાનિક સમય મુજબ રાત્રે .૫૫ મિનિટે ભૂકંપનો આંચકો આવ્યો હતો.

                સમગ્ર દુનિયામાં ભૂકંપની દ્રષ્ટિએ તુર્કી સંવેદનશીલ વિસ્તારો પૈકી એક છે. સૌથી વધારે લોકોના મોત એલાજિગ પ્રાંતમાં થયા છે. અહીં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. બચાવ અને રાહત કામગીરીમાં તમામ લોકો જોડાયેલા છે. પીડિતોને આશરો આપવા માટે સ્કુલ અને ગેસ્ટ હાઉસોને ખોલી દેવામાં આવ્યા છે. મોતનો આંકડો વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, હવે લોકો જીવિત નિકળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. ૩૦થી પણ વધુ ઉંચી ઇમારતો તુટી પડી હતી. તુર્કી બે મોટી ફોલ્ટલાઈન પર સ્થિત છે જેથી વારંવાર ભૂકંપ આવતા રહે છે. ૧૯૯૯માં ઉત્તર પશ્ચિમ તુર્કીમાં ભૂકંપમાં ૧૮૦૦૦ લોકોના મોત થયા હતા તે પહેલા એલાજિગમાં છની તીવ્રતાના ભૂકંપથી ૫૦થી વધુ લોકોના મોત થયા હતા.

(8:45 pm IST)