Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

દેશનો વિદેશી મુદ્રા ભંડોળ વધીને 462,16 અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો

સોનાનો ભંડાર પણ સાત કરોડ ડોલર વધીને 28.56 અબજ ડોલર થયો

 

મુંબઇ: દેશનાં વિદેશી મુદ્રા ભંડોળ 94.3 કરોડ ડોલર વધીને 462.16 અબજ ડોલર સુંધી નવા રેકોર્ડ પર પહોચ્યો છે, રિઝર્વ બેંકે તાજેતરમાં જારી કરેલા આકડાંમાં જાણકારી મળી છે ગયા સપ્તાહે વિદેશી મુદ્રા ભંડોળ 5.8 ડોલર વધીને 461.21 અબજ ડોલર પર પહોચ્યો છે.

રિઝર્વ બેંકએ જારી કરેલા આંકડા મુજબ સમીક્ષાગાળામાં વિદેશી મુદ્રા પરિસંપત્તિ વધવાથી વિદેશી મુદ્રા વધી છે, દરમિયાન વિદેશી મુદ્રા પરિસંપત્તિ 88.7 કરોડ ડોલર વધીને 424.45 અબજ ડોલર પર પહોચી ગઇ છે.

  દરમિયાન સોનાનો ભંડાર પણ સાત કરોડ ડોલર વધીને 28.56 અબજ ડોલર થયો, સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડારમાં વિશેષ આહરણ અધિકાર 30 લાખ ડોલર વધીને 1.45 પહોચ્યો.

જ્યારે IMFમાં દેશનું અનામત ભંડોળ 30 લાખ ડોલર વધીને 3.70 અબજ ડોલર પહોચ્યું છે.RBI કહ્યું કે વિદેશી મુદ્રા ભંડોળમાં યુરો,પાઉન્ડ,અને જાપાની યેનનો પણ સમાવેશ થાય છે

(12:25 am IST)