Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આઈઓસીના ઘાનાની કંપની સાથે કરાર થયા

ભારત-ઘાના વચ્ચે સંબંધો મજબૂત

ભારત અને ઘાના વચ્ચે સંબંધો વધુ સુદૃઢ થવાની દિશાનાં ભાગરૂપે ઈન્ડિયન ઓઈલે નેશનલ પેટ્રોલિયમ ઓથોરિટી ઓફ ઘાના (એનપીએ) સાથે બહુ મહત્વના કરાર કર્યા છે. આ કરાર અનુસાર ઘાનાની રાષ્ટ્રીય એલપીજી પ્રમોશન નીતિનાં અમલીકરણ માટે ટેકનિકલ નિપુણતા અને મદદ ઈન્ડિયન ઓઈલ દ્વારા પુરી પાડવામાં આવશે. એલપીજી નેટવર્કના વિસ્તરણ દ્વારા નાગરિકોને સ્વચ્છ ઊર્જા પુરી પાડવા માટે ભારતે વૈશ્વિક નેતૃત્વ મેળવ્યું છે, ત્યારે ઘાનાએ પણ તેના નાગરિકો માટે સ્વચ્છ અને પર્યાવરણ એલપીજીને પ્રોત્સાહન આપવા ભારતની સહાય માંગી હતી. એનપીએ ઓફ ઘાના અને ઈન્ડિયન ઓઈલ વચ્ચે આ સમજૂતી કરાર નવી દિલ્હીમાં થયા હતાં. આ પ્રસંગે કેન્દ્રનાં પેટ્રોલિયમ અને ગેસ બાબતોનાં મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ઘાનાનાં હાઈ કમિશનર શ્રી માઈકલ આરોન, એમઓપીએન્ડએનજીનાં જોઈન્ટ સેક્રેટરી (જીપીએન્ડએમ) શ્રી આશિષ ચેટર્જી, ઈન્ડિયન ઓઈલનાં ડાયરેક્ટર (પેટ્રોકેમિકલ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ) શ્રી જી.કે.સતીશ, ડાયરેક્ટર (માર્કેટીંગ) શ્રી ગુરમીત સિંઘ, ઈન્ડિયન ઓઈલ અને એનપીએ, ઘાનાનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

                 આ પ્રસંગે એનપીએ ઘાનાના ચીફ એક્ઝિક્યુટીવ શ્રી અલહાસન સુલેમાન તામ્પુલી અને ઈન્ડિયન ઓઈલનાં ચીફ જનરલ મેનેજર (એલપીજી ઓપરેશન્સ) શ્રી એલ કે.એસ.ચૌહાણે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર અન્વયે ભારતની ટોચની ઓઈલ માર્કેટીંગ કંપની ઈન્ડિયન ઓઈલ ભારત વતી નેશનલ પેટ્રોલિમય ઓથોરિટી ઓફ ઘાનાએ સ્વાસ્થય, સુરક્ષા, સલામતી અને પર્યાવરણ ધોરણો, લાઈસન્સીંગ, પરમીટ અને લીગલ હોમવર્કનાં વિકાસ, એલપીજી બોટલીંગ પ્લાન્ટનો વિકાસ, પ્રાઈસીંગ માળખુ, કોમ્યુનિકેશન વ્યુહરચના વગેરે જેવા વિસ્તારોમાં સહાયતા પૂરી પાડશે. આ ઉપરાંત ઈન્ડિયન ઓઈલ દ્વારા નવી એલપીજી વેલ્યુ ચેઈનનો આંતરમાળખાકીય વિકાસ વગેરેમાં પણ મદદ કરવામાં આવશે.

(10:00 pm IST)