Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ભાજપ નેતાનેને પાકિસ્તાનવાળું ટ્વીટ ભારે પડ્યું : રિટર્નિંગ ઓફિસરે કપિલ મિશ્રાને નોટિસ ફટકારી

કપિલે ટ્વીટ કરી 8 ફેબ્રુઆરીએ દિલ્હીની સડકો પર ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોવાનું કહ્યું હતું

નવી દિલ્હી : આયોગે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી પાસે ભાજપના નેતા કપિલ મિશ્રાના ટ્વીટ પર રિપોર્ટ માગ્યો છે. જે બાદ રિટર્નિંગ ઓફિસર્સે કપિલ મિશ્રાને નોટિસ પાઠવી છે. કપિલ મિશ્રાએ ગુરુવારે ટ્વીટ કરી હતી કે 8 ફેબ્રુઆરીએ દિલ્હીની સડકો પર ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાલબો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે.

   ચૂંટણીપંચની નોટિસ પર પ્રતિક્રિયા આપતા કપિલ મિશ્રાએ કહ્યું કે ચૂંટણી આયોગની નોટિસ મળી છે. મેં કંઈ ખોટું કર્યું નથી. સાચુ બોલવું આ દેશમાં ગુનો નથી. હું મારા નિવેદન પર અડગ છું.

   કેટલાક સંગઠન સીએએના વિરોધમાં શાહીનબાગમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. શાહીનબાગમાં સડકો પર દબાણ થયું છે. લોકોને સ્કૂલ, ઓફિસ, હોસ્પિટલ જતા રોકાઈ રહ્યા છે. અને ભડકાઉ નારેબાજી થઈ રહી છે.

(9:54 pm IST)