Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રામમંદિર ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા પુરીઃ આની ઘોષણા ર૬ જાન્યુઆરી પછી સંભાવના સુત્રોએઆપી જાણકારી : સરકારી સુત્રો અનુસાર ટ્રસ્ટમાં ૧૧ થી ૧પ સભ્યો કોઇ રાજનીતિક નેતા નહી

કેન્દ્ર સરકારએ રામમંદિરથી જોડાયેલ ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા પુરી કરી લીધી છે. ટ્રસ્ટમાં રામમંદિર આંદોલનથી જોડાયેલ લોકોની સંખ્યા વધારે હોવાની આશા છે. આ બાબતની ઘોષણા ર૬ જાન્યુઆરી પછી થવાની સંભાવના છે. સુત્રોએ આ વાતની જાણકારી આપી સરકારી સુત્રો અનુસાર ટ્રસ્ટમાં ૧૧ થી ૧પ સભ્યો હશે. જેમાં કોઇપણ રાજનીતિક નેતા નહી હોય આના સરંક્ષક મંડળમા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી ઉતરપ્રદેશના રાજયપાલ સામેલ થઇ શકેૃ છે. ઉતરપ્રદેશ સરકારનો અને એક ગૃહમંત્રાલયનો એક અધિકારી પણ આનો હીસ્સો બની શકે છે.

સૂત્રોનું માનીએ તો એ પણ નકકી કરવામાં આવ્યું છે કે  રામમંદિરનુ પ્રાદ્રપ વિશ્વ હિન્દુ પરિષદના મોડલ જેવું હશે. મંદિર વિહિપના મોડલની તર્જનુ બનશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ હોય શકે જયારે વિહીપના ઉપાધ્યક્ષ ચંપતરાયને મહત્વપૂર્ણ પદ આપવાની આશા છે.

વર્તમાનમાં મહંગ નૃત્ય ગોપાલદાસ શ્રીરામ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ છે. એ ઉપરાંત કર્ણાટકના પેજાવર મઠના સ્વામી પણ ટ્રસ્ટમાં સામેલ થઇ શકે છે. નિર્મોહી અખાડા અને રામાનુજ સંપ્રદાયના પ્રતિનિધિને પણ સામેલ કરી શકાય છે. ગોરખનાથ પીઠ ગોરખપુરના પ્રતિનિધીને પણ સામેલ કરી શકાય છે.

(9:36 pm IST)