Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

એર એશિયાના સીઈઓ અને અન્યો સામે સમન્સ

પીએમએલએ કેસમાં સમન્સ જારી

નવી દિલ્હી, તા.૨૪ : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એર એશિયા એરલાઈન્સના વરિષ્ઠ કારોબારી અધિકારીઓ, સીઈઓ ટોની ફર્નાન્ડિઝ સામે નવેસરથી સમન્સ જારી કર્યા છે. મની લોન્ડરિંગના કેસના સંબંધમાં આગામી મહિને પુછપરછ માટે આ સમન્સ જારી કરવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા મુજબ ઇડી દ્વારા ટોની ફોર્નાન્ડિઝને પાંચમી ફેબ્રુઆરીના દિવસે અહીં કેસના સંબંધમાં તપાસ અધિકારી સમક્ષ ઉપસ્થિત થવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મલેશિયા સ્થિત એર એશિયાના ડેપ્યુટી અને પૂર્વ ડેપ્યુટી ગ્રુપ સીઈઓ સામે પણ ત્રીજી ફેબ્રુઆરીના દિવસે ઉપસ્થિત થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે.

           ૧૦મી ફેબ્રુઆરીના દિવસે વેંકટરામન સામે પણ સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એરલાઈન્સ સાથે હાલમાં અને અગાઉના મેનેજમેન્ટમાં સામેલ રહેલા અન્યો સામે પણ જુબાની આપવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા છે. આ માસમાં ઉપસ્થિત થવા ઇડીએ અગાઉ આ કારોબારીઓને કહ્યું હતું પરંતુ આ કારોબારીઓ નિષ્ફળ રહ્યા હતા અને વધારે સમયની માંગ કરી હતી. પીએમએલએ હેઠળ આ સમન્સ જારી કરવામાં આવ્યા છે. કારોબારીઓની પુછપરછ થશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે.

(7:39 pm IST)