Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

કેરળમાં ગરમીનું હળવા પગલે આગમન

જાન્યુઆરીમાં છેેલ્લા પંદર વર્ષમાં સૌથી વધારે ૩૭ ડિગ્રી ઉષ્ણતામાન

નવી દિલ્હીઃ તા.૨૪, કેરળમાં ઉનાળાની શરૂઆત થોડીક વહેલી શરૂ થઇ ગઇ છે. ત્યાં મોટાભાગના સ્થળોએ ઉષ્ણતામાન સામાન્ય કરતા વધારે રહયું હતુ. કોટ્ટાયમમાં જાન્યુઆરીમાં ઉષ્ણતામાન ઓલ ટાઇમ હાઇ ૩૭ સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. આ પહેલા ૩૦ જાન્યુઆરી ૨૦૦૭ના રોજ તે ૩૬.૬ ડિગ્રી નોંધાવામાં આવ્યું હતુ.

૨૮ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન અપર એર ટ્રોના કારણે મુંબઇ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને પશ્ચિમ વિદર્ભ ઉષ્ણતામાનમાં ૪ ડીગ્રીના ઘટાડા સાથે ઠંડા રહેશે. આગામી બે દિવસોમાં ઉત્તર ભારતમાં જોરદાર ઉત્તર પશ્ચિમી પવનોના કારણે હળવાથી ભારે હિમવર્ષા જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં થઇ શકે છે. ૨૪મીની સાંજના ૨૫ જાન્યુઆરી દરમિયાન ત્યાં વાતાવરણ વાદળ છાયુ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

(4:36 pm IST)