Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મેરઠમાં બનશે દેશનું પહેલું વોર મેમોરીયલ અહીં દેશ માટે શહાદત વહોરનારા જાનવરોના નામ નોંધાશે

દેશમાં પહેલી જ વાર વોર મેમોરિયલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં આતંકવાદીઓ વિરુદ્ઘ કરાયેલા ઓપરેશન્સ અને કારગિલ યુદ્ઘ દરમ્યાન દેશ માટે જીવ આપનારાં જાનવરોનાં નામ, તેમના સર્વિસ-નંબર અને અન્ય માહિતી સાથે નોંધવામાં આવશે. આ મેમોરિયલ ઉત્ત્।ર પ્રદેશના મેરઠમાં આવેલી રિમાઉન્ટ એન્ડ વેટરિનરી કોર (આરવીસી) સેન્ટ્રલ એન્ડ કોલેજમાં તૈયાર કરાશે; જેમાં ૩૦૦ ડોગ, તેમના ૩૫૦ હેન્ડલર્સ, કેટલાક ઘોડા અને ખચ્ચરનાં નામ લખવામાં આવશે. આ કોલેજમાં લશ્કરના જાનવરોનાં પ્રજનન, પાલન અને પ્રશિક્ષણ પર ધ્યાન આપવામાં આવે છે.

કાશ્મીર અને પૂર્વોત્તરમાં હાથ ધરાયેલા આતંકવાદ વિરોધી અભિયાનમાં આર્મી ડોગ યુનિટ ૨૫ કરતાં વધુ ડોગ ગુમાવી ચૂકયું છે. હાલમાં લશ્કરમાં ૧૦૦૦ ડોગ્સ, ૫૦૦૦ ખચ્ચર અને ૧૫૦૦ ઘોડા સેવા આપે છે. કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાનમાં મુખ્ય ભૂમિકા નિભાવનારી માનસી (લેબ્રેડોર પ્રજાતિની માદા ડોગ)ને ૨૦૧૬માં લશ્કરનું સન્માન આપવામાં આવ્યું હતું. જાનવરોની યાદીમાં એનું અને એના હેન્ડલરનું નામ સૌથી ઉપર છે.

(4:36 pm IST)