Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ચીનના 'ડીપ્લોમાં' ડીગ્રી બાબતે ટ્રોલ થયા પછી ભાજપાના બગ્ગાએ કહ્યું એ તો તાઇવાનનો છે

નવી દિલ્હીઃ ભાજપાના હોરનગર વિધાનસભા બેઠકના ઉમેદવાર તજીંદર પાલસિંહ બગ્ગાએ ગઇકાલે એ વાતનું ખંડન કર્યુ કે તેમણે નેશનલ ડેવલપમેન્ટ કોર્સમાં ડીપ્લોમાં ચીનની નેશનકલ ડીફેન્સ યુનિવર્સિટીમાંથી કર્યો છે અને કહ્યું કે તેમણે એક મહિનાનો આ કોર્સ તાઇવાનમાં કર્યો છે, જેમાં ૧૮ દેશોના પ્રતિનિધીઓએ ભાગ લીધો હતો. દિલ્હી ભાજપાના પ્રવકતાએ ચીનની એનડીયુમાંથી નેશનલ ડેવલપમેન્ટ કોર્સમાં ડીપ્લોમાં કરવાની વાત ટ્રોલ થયા પછી આ સ્તષ્ટતા કરી છે.

તેમના ચૂંટણી સોંગદનામામાં ૨૦૧૭ એનડીયુ રીપબ્લીક ઓફ ચાઇના, સાઇવાનમાં નેશનલ ડેવલપમેન્ટ કોર્સમાં ડીપ્લોમાં કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બગ્ગાએ પત્રકારોને કહ્યું, 'મને ખબર નથી કે મારા ડીપ્લોમાં પર સવાલ ઉઠાવનારા લોકો સાક્ષર છે કે નહીં, તે લોકોને ચીન અને તાઇવાનમાં ફરક નથી દેખાતો, જે હમેંશા એક બીજાની વિરૂધ્ધ હોય છે.'

ડીપ્લોમાં અંગે ચોખવટ કરતા ભાજપા નેતાએ કહ્યું કે તે એક મહિનાનો કોર્સ હતો. મને તાઇવાન સરકર તરફથી રજીસ્ટ્રેશન માટે આમંત્રણ મળ્યું હતું. આ કોર્સ પુરો કરવા માટે ડીસેમ્બર ૨૦૧૭માં એક મહિનો ત્યાં રોકાયો હતો.

(4:30 pm IST)