Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ટુંક સમયમાં ટ્રેનથી પણ ચારધામની યાત્રા પણ થઇ શકશે

ચાર ધામની યાત્રા શ્રદ્ધાળુ માટે ખાસ છે : વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે

દેહરાદૂન,તા. ૨૪: બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રીને પારસ્પરીક રીતે જોડવા માટે સરકાર રેલ સર્કિટ વિકસિત કરવા માટે કમર કસી ચુકી છે.  આના પર કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ટૂંક સમયમાં જ ટ્રેનથી પણ શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રા ઉપર જઈ શકશે. ચારેય ધામ દહેરાદુન, કર્ણપ્રયાગથી રેલવે નેટવર્ગના માધ્યમથી જોડી દેવામાં આવનાર છે.  આના ઉપર અંદાજે ૪૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ  કરવામાં આવનાર છે.  રેલવેના જાહેર એકમ રેલ વિકાસ નિગમ લિમિટેડ (આરવીએનએલ) દ્વારા આના માટે અંતિમ સર્વેની કામગીરી શરૂ કરાઇ હતી.  આ સર્કિટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યા બાદ તમામ ગતિવિધી ઝડપથી આગળ વધી રહી છે.  હાલમાં ચારધામના નજીકના સ્ટેશનમાં ડોઈવાલા, રીષીકેશ અને કર્ણપ્રયાગ છે. સર્વે મુજબ સર્કિટમાં ૨૧ નવા સ્ટેશન, ૫૯ પુલ બનાવવામાં આવશે. સાથે સાથે ૬૧ સુરંગનોનું નિર્માણ કરવામાં આવશે. જેની કુલ લંબાઈ ૨૭૯ કિલોમીટરની રહેશે પરંતુ આના માટે રેલવેને હિમાલયના મજબૂત પથ્થરોને દુર કરવા પડશે. પહાડો પર ટ્રેક બિછાવવાની બાબત ખૂબ જ પડકારરૂપ છે. ચારે ધામ પોતાના અલગ અલગ અને વિશિષ્ટ ઉંચાઈ પર ખાસ મહત્વ ધરાવે છે. પથ્થરોને કાપીને ટ્રેક બનાવવાની બાબત ખૂબ જ પડકારરૂપ સાબિત થશે. કેદારનાથ ધામ ભગવાન શિવના આવાસ તરીકે છે. તે ૧૨ જ્યોતિર્લિંગ પૈકી એક તરીકે છે. તે દરિયાઈ સપાટીથી ૩૫૮૩ મીટર ઉંચાઈ પર છે જ્યારે બદ્રીનાથ ભગવાન વિષ્ણુના આવાસ તરીકે છે જે દરિયાઈ સપાટીથી ૩૧૩૩ મીટરની ઉંચાઈ પર છે. અહીં મોટી સંખ્યામાં સ્થાનિક અને વિદેશી શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચે છે. યમનોત્રીની દરિયાઈ સપાટીથી ઉંચાઈ ૩૨૯૩ મીટર છે. ગંગોત્રી જ્યાંથી ગંગા નીકળે છે તેની દરિયાઈ સપાટીથી ઉંચાઈ ૩૪૦૮ મીટર છે. ૪૩૨૯૨ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવનાર છે. સર્કિટ ટ્રેકની લંબાઈ ૩૨૭ કિલોમીટરની રહેશે.દર વર્ષે લાખો પહોંચે છે. ચારધામની ટ્રેન યાત્રા શરૂ થયા બાદ લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને મોટી રાહત થશે. આ રેલવે નેટવર્ક ક્યારે પૂર્ણ થશે તે સંદર્ભમાં હજુ વાત કરવામાં આવી નથી.

(4:28 pm IST)