Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રેપના આરોપી બસપા સાંસદ અતુલરાયને શપથ લેવા માટે હાઇકોર્ટે બે દિવસના પરોલ મંજુર કર્યા

જામીન અરજી કોર્ટે ફગાવી દેતા શપથ લેવા માટે પેરોલ માટે અરજી કરી હતી

નવી દિલ્હી : બહુજન સમાજ પાર્ટીના સાંસદ અતુલ રાયને અલ્હાબાદ હાઈકોર્ટેનાં પેરોલ મંજુર થયા છે હાઇકોર્ટે બે દિવસનાં પેરોલની મંજૂરી આપી છે. આ પેરોલના બે દિવસ દરમિયાન અતુલ રાય સાંસદ તરીકે શપથ લેશે

  અતુલે આ પહેલા જામીન અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધા હતા. એ બાદ તેમણે શપથ લેવા માટે પેરોલ માટે અરજી કરી હતી

   અતુલ રાય 31 જાન્યુઆરીએ શપથ લેશે. તેના બીજા દિવસે તેમને ફરી જેલમાં જવું પડશે. શપથ ન લીધા હોવાનાં કારણે અતુલ રાયના સભ્યપદ પર ખતરો છે. લોકસભા સચિવાલયની ચિઠ્ઠી પર અતુલ રાયને રાહત મળી છે.

 બસપા સાંસદ અતુલ રાય વિદ્યાર્થીનાં બળાત્કારનાં આરોપમાં જેલમાં બંધ છે. તે ઉત્તરપ્રદેશનાં મઉ જિલ્લાનાં ધોસી લોકસભાની સીટ પરથી ચૂંટણી જીત્યા છે જોકે તે જેલમાં હોવાનાં કારણે તેમણે સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા નહોતા.

(4:14 pm IST)