Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઇન્કમ ટેકસ રેટમાં વધારે ઘટાડો થઇ શકે : સર્વેક્ષણ

માંગમાં તેજી લાવવા માટે વિવિધ પગલા લેવાશે : કોર્પોરેટર ટેકસમાં નોંધપાત્ર ઘટાડો કરાયા બાદ વ્યકિતગત આવકવેરામાં ઘટાડો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના

નવી દિલ્હી,તા. ૨૪: કેન્દ્રિય બજેટને લઇને સામાન્ય લોકો અને અન્ય તમામ સંબંધિતોમાં આશા જોવા મળી રહી છે. મળેલી માહિતી મુજબમોટા ભાગના નિષ્ણાંતો માની રહ્યા છે કે માંગમાં તેજી લાવવા માટે બજેટ ૨૦૨૦માં ઇનકમ ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. કેપીએમજીના સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામન બજેટમાં આવકવેરા  છુટછાટની મર્યાદા વર્તમાન ૨.૫ લાખ રૂપિયાથી આગળ વધારી શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં કરદાતાની પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કરવેરામુક્ત કરવામાં આવી શકે છે. ઘટી રહેલા વિકાસ દર અને કમજોર માંગ જેવા પડકારોની વચ્ચે નાણાં પ્રધાન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે.

કંપનીઓએ માંગ અને વપરાશને વધારી દેવા માટે આ બજેટમાં વ્યક્તિગત આવકવેરા દરોમાં કાપની આશા દેખાઇ રહી છે. નિષ્ણાંતો માને છે કે કોર્પોરેટ ટેક્સમાં ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યા બાદ હવે વ્યક્તિગત આવકવેરામાં ઘટાડો કરવામાં આવી શકે છે. બજેટ પહેલા કરવામાં આવેલા સર્વેમાં આ તમામ બાબતો ઉભરીને સપાટી પર આવી છે. કરવેરાને લઇને સુચન કરનાર કેપીએમજીના સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કેટલીક રાહત ચોક્કસપણે આપવામાં આવનાર છે.

વરિષ્ઠ નાગરિકો તેમજ વૃદ્ધોની આવકગમાં વધારે છુટછાટ આપવામાં આવેલી છે. વિદેશી કંપનીઓને હાલમાં કોર્પોરેટ ટેક્સમાં કોઇ છુટછાટ આપવામાં આવી નથી. સર્વેમાં સામેલ રહેલા લોકો પૈકી ૫૦ ટકા નિષ્ણાંતોએ કહ્યુ છે કે નિકાસ માટે સેજ એકમોને મળનાર કરવેરા અવકાશનો લાભ માર્ચ ૨૦૨૦ બાદ સ્થાપિત એકમોને પણ મળી શકે છે.  આગામી બજેટમાં મોદી સરકાર વિદેશી મેડિકલ સાધન પર આયાત ડ્યુટીમાં વધારો કરી શકે છે. આ વધારો કેટલો રહેશે તે અંગે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર બજેટમાં વિદેશી મેડિકલ સાધનના આયાત પર કસ્ટમ ડ્યુટીને વધારીને મોટી રાહત આપી શકે છે. સરકારના આ નિર્ણયના કારણે એકબાજુ દર્દીઓને સસ્તામાં સારવાર મળી શકશે. સાથે સાથે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળી શકે છે.

એસોસિએશન ઓફ મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીઝના ફોરમના કો-ઓર્ડિનેટર રાજીવ નાથના કહેવા મુજબ વિદેશી સાધન પર ડ્યુટીને  વધારીને નવી ઉંચી સપાટી પર મકવામાં આવી શકે છે. આ ડ્યુટી હાલમાં ખુબ ઓછી છે. કરવેરા પર સેસ અને સરચાર્જ પર લાગુ કરવામાં આવે છે. સર્વેમાં સામેલ રહેલા મોટા ભાગના લોકો માને છે કે સરકાર પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર બજેટમાં માનક કાપમાં વધારો કરી શકે છે. હોમ લોનના મામલામાં પ્રોત્સાહન આપવામાં આવી શકે છે.

(4:05 pm IST)