Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી રોની ચેટરજીએ નોર્થ કેરોલિના ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવી : આ અગાઉ કાઉન્સિલ વુમન સુશ્રી ડિમ્પલ અજમેરાએ પણ ઉમેદવારી નોંધાવી હોવાથી હવે 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વચ્ચે ટક્કર

નોર્થ કેરોલિના : ઇન્ડિયન અમેરિકન પ્રોફેસર તથા અર્થશાસ્ત્રી શ્રી રોની ચેટરજીએ નોર્થ કેરોલિના ટ્રેઝરર તરીકે ઉમેદવારી નોંધાવી છે.તેઓ ક્લાઈમેટ ચેન્જ ,હેલ્થકેર,સહિતના મુદ્દે ચૂંટણી લડવા માંગે છે.જે માટે તેમણે આ અગાઉ મે માસમાં ઈચ્છા વ્યક્ત કરી હતી જેનો અમલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ઇન્ડિયન અમેરિકન કાઉન્સિલ વુમન સુશ્રી ડિમ્પલ અજમેરા  પણ આ હોદા માટે ઉમેદવારી નોંધાવી ચુક્યા છે તેથી હવે 2 ઇન્ડિયન અમેરિકન ઉમેદવારો વચ્ચે ટક્કર થશે.

(1:35 pm IST)