Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજ ઠાકરેએ મનસેનો નવો ભગવો ઝંડો લોન્ચ કર્યોઃ પુત્ર અમિતને પણ રાજકારણમાં ઉતાર્યો

મુંબઈઃ શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેની જયંતિએ તેમના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

રાજ ઠાકરેની પાર્ટી મનસેએ પોતાનો પાર્ટીનો નવા ઝંડો લોન્ચ કર્યો હતો. આ ઝંડો સંપૂર્ણ રીતે ભગવા રંગનો છે. મનસેનું આ પગલું શિવસેનાની એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન સરકાર બનાવ્યા બાદ મહારાષ્ટ્રમાં હિન્દુવાદી મતદારોને પોતાની તરફ આર્કષવાનું ગણાવાય રહ્યું છે. સાથો- સાથ રાજ ઠાકરેએ પુત્ર અમિતને પણ રાજકારણમાં ઉતાર્યા છે.

(1:09 pm IST)