Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા બેજોસના ૨.૭૫ લાખ કરોડના છૂટાછેડા પાછળ સાઉદી ક્રાઉન પ્રીન્સ?

નવી દિલ્હીઃ એમેઝોનના સીઇઓ જેફ બેજોસના ફોન હેકીંગના ખુલાસા પછીથી સનસનાટી પૂર્ણ માહિતીઓ સામે આવી રહી છે. એવું અનુમાન થઇ રહ્યું છે કે બેજોસના તેની પત્ની સાથે દુનિયાના સૌથી મોંઘા છુટાછેડા પાછળ પણ કયાંક સાઉદી ક્રાઉન પ્રિંસનો તો હાથ નહોતોને!  એક અખબારે દાવો કર્યા હતો કે એમેઝોનના માલિક જેફ બેજોસનો ફોન હેક કરવા પાછળ સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ બિન સલામાન હતા. આ દરમ્યાન બેજોસે ઓકટોબર ૨૦૧૯નો એક ફોટો ટવીટ કર્યો છે, જેમાં તે સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાની વરસી પર થયેલ એક શ્રધ્ધાંજલી સભામાં હાજર દેખાય છે. બેજોસના ફોન હેકીંગમાં સાઉદી પ્રિંસનો હાથ હોવાના સમાચારો વચ્ચે આ તેમની પહેલી પ્રતિક્રિયા છે. બેજોસે ટવીટ કર્યુ કે ખાશોગીની હત્યામાં સાઉદી પ્રિન્સનો હાથ હતો.

મિડીયા રિપોર્ટો અનુસાર, હેકિંગ પછી બેજોસની કેટલીક અંગત માહિતીઓ અમેરિકન ટેબ્લોઇડ ''નેશનલ ઇન્કવાયર''ને મોકલાઇ હતી. આ અખબારે બેજોસ અને તેની ગર્લફ્રેન્ડ લોરેન્સ સાંચેઝના ખાનગી મેસેજો લીક કર્યા. આના એક મહિના પહેલા જ જેફ અને તેની પત્નિ મેકેન્ઝી બેજોસે જાહેરાત કરી હતી કે તેઓ પોતાના ૨૫ વર્ષના સંબંધો તોડી રહ્યા છે. બેજોસે પોતાની સાથે દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા લીધા હતા. આ છૂટાછેડા ૨.૭૫ લાખ કરોડમાં થયા હતા. નિષ્ણાંતો છૂટાછેડા અને પ્રાઇવેટ મેસેજ લીક થવાના બનાવને જોડી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે બેજોસના સાંચેઝ સાથેના અંગત મેસેજો બેજોસની પત્નીને પણ મોકલાયા હોય, જેના લીધે આ છૂટાછેડા થયા હોઇ શકે.

(1:08 pm IST)