Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વિધાનસભા ચૂંટણી સમયે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું ફોન ટેપિંગ! : મહારાષ્ટ્ર સરકારે આપ્યા તપાસના આદેશ

કેટલાક અધિકારીઓને સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલાયા હતા !

મુંબઈ : મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખએ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગનો આરોપ લગાવ્યો છે. દેશમુખે કહ્યું કે કેટલાક અધિકારીઓને સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા.

  મહારાષ્ટ્રના ગૃહ મંત્રીએ કહ્યું કે ફડણવીસે વિપક્ષી નેતાઓના ફોન ટેપ કરવા માટે સરકારી મશીનરીનો દુરુપયોગ કર્યો, ફરિયાદોની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે.
  મહારાષ્ટ્ર પોલીસ વિભાગના સાઇબર સેલના આ સંબંધમાં તપાસ માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. દેશમુખે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસના સાઇબર સેલને અગાઉની સરકાર દરમિયાન આવેલી ફોન ટેપિંગની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. સરકાર તે અધિકારીઓની પણ તલાશ કરી રહી છે જેઓને સ્નૂપિંગ સૉફ્ટવેરનું અધ્યયન કરવા માટે ઇઝરાયેલ મોકલવામાં આવ્યા હતા. સંજય રાઉતે ટ્વિટ કર્યું કે, આપનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે, હું બાલા સાહેબ ઠાકરેનો ચેલો છું. હું કંઈ પણ છુપાઈને નથી કરતો.

(12:22 pm IST)