Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

SBI કાર્ડનું ગ્રેમાર્કેટમાં રૂ.ર૦૦ થી રરપ સુધીનું પ્રિમીયમઃ આવતા મહિને IPO

IPO દ્વારા રૂ.૯પ૦૦ કરોડ એકત્ર કરવા આયોજન

મુંબઇ તા. ર૯ : ફેબ્રુઆરી મહિનામાં એસબીઆઇ કાર્ડ એન્ડ પેમેન્ટ્સ સર્વિસસના સુચિત આઇપીઓ પહેલા ગ્રે માર્કેટમાં આ શેર  રૂ.ર૦૦-રરપ ના પ્રીમિયમે ટ્રેડ થઇ રહ્યો છેએમ આ ટ્રેડિંગ સાથે સંકળાયેલા ત્રણ ડીલર્સે જણાવ્યું હતું. આવતા મહિને લોચ થનારા આઇપીઓમાં એસબીઆઇ કાર્ડનું મુલ્ય રૂ.પ૭,૦૦૦ કરોડથી રૂ.૬૦,૦૦૦ કરોડ રહેશે. ફાઇનાન્સિયલ સર્વિસિસ એડવાઇઝરી ફર્મ વ્યાના વેલ્થના એમ.ડી.અભિનવ ખેત્રીએ જણાવ્યુ઼ હતું. કે, ભારતમાં ગ્રાહક ખર્ચ વધી રહ્યો હોવાથી આ અનલિસ્ટેડ શેર્સની ભારે માગ છે. રોકાણકારોને આ વાતનો અહેસાસ છે કે એસબીઆઇ કાર્ડ વિશિષ્ટ સેગમેન્ટમાં હોવાની હકીકતને ધ્યાનમાં રાખતા આ શેરમાં કમાણીની ભારે તક છેકંપનીને ઉંચુ માર્જિન ધરાવતા ક્રેડિટ કાર્ડ બિઝનેશના પ્રોકસી તરીકે ગણવામાં આવે છે પણ તે અનસિકયોર્ડ લેન્ડિગ હોવાથી નોકરી ઘટવાની સ્થિતિમાં વ્યકિગત ડિફોસ્ટની સંભાવનાનું જોખમ છે.

સામાન્ય રીતે, ગ્રે માર્કેટ ટ્રેડસ શેર સેલ લોંચ પહેલા થતું હોય છે. આઇપીઓ દ્વારા રૂ.૯પ૦૦ કરોડ એકત્રણ કરવાની યોજના છે. આઇપીઓની પ્રાઇસ બેન્ડ રૂ.૬૦૦ થી રૂ.૭૦૦ ની રેન્જમાં રહેશે એવી ટ્રેડર્સની ધારણા છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે, ''એસબીઆઇ કાર્ડ દાવ લગાવવા યોગ્ય શેર છે. કારણ કે આ ક્ષૈત્રમાં કોઇ સ્પર્ધા નથી. આને કારણે પ્રિમીયમ વધી રહ્યું છે. ધનિક રોકાણકારો અને સ્થાનિક બ્રોકરેજીસમાં આ શેરની ઉંચી માગ છે. હાલમાં રૂ.ર૩૦-ર૪૦ ની રેન્જમાં કેટલાંક સોદા પડી રહ્યા છે.''

એસબીઆઇ પ્લાસ્ટીક કાર્ડના ૯પ લાખ ગ્રાહકો હોવાની ધારણા છે. એચડીએફસી. બેન્કના કાર્ડ પછી તે બીજી સૌથી મોટી કાર્ડ કંપની હોવાનું મનાય છે.

(11:35 am IST)