Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વાહન ઓછું ચલાવો તો પ્રીમીયમ સસ્તુ!

૧લી ફેબ્રુઆરીથી નવી વીમા પ્રોડકટ આવશે

નવી દિલ્હી, તા.૨૪: અંગત કાર હોય પણ રોજ દ્યરની બહાર કાઢતા ન હોવા છતાં કારમાલિકે અન્ય વાહનધારકોની જેમ એકસરખુ જ પ્રીમીયમ ભરવું પડતું હોય છે. આ જ રીતે આડેધડ કાર ચલાવનાર તથા સુરક્ષિત રીતે વાહન હંકારનારે પણ સમાન વીમા પ્રીમીયમ ભરવું પડે છે. આ વાત ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (ઇરડા)ના ધ્યાને આવી છે અને તેના આધારે વાહન પ્રીમીયમમાં બદલાવ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

વાહન વીમા પ્રીમીયમમાં એ જેટલું વાહન ચલાવે તેટલું પ્રીમીયમ ભરો અથવા સંભાળીને કે આડેધડ વાહન ચલાવવાના આધારે પ્રીમીયમ નક્કી કરતી નવી નીતિ દાખલ કરવાની દિશામાં કાર્યવાહી શરુ થઇ છે. સાત વીમા કંપનીઓએ આ પ્રકારની નવી પોલીસી શરુ કરવાની તૈયારી સાથે વીમા નિયમનકારની મંજુરી માંગી હતી. ઇરડાએ લીલીઝંડી આપી દીધી છે. જેને પગલે તૂર્તમાં નવી પ્રોડકટ જાહેર થવા લાગશે.

ઇરડા સમક્ષ વીમા કંપનીઓએ કુલ ૧૭૩ દરખાસ્તો પેશ કરી હતી. તેમાંથી આરોગ્ય, વીમા તથા ઇન્ટરમીડીયરી ક્ષેત્રની ૩૭ દરખાસ્તોને લીલીઝંડી આપી દેવામાં આવી છે. વીમા કંપનીઓ ૧લી ફેબ્રુઆરીથી ૩૧ જુલાઈ દરમ્યાન પાયલોટ પ્રોજેકટ લાગુ કરશે તેના પરિણામો 'ઇરડાને જણાવશે. બધુ અપેક્ષિત રીતે પાર પડવાના સંજોગોર્માંં આ નવી પ્રોડકટ કાયમીધોરણે લાગુ કરાશે. ખાનગી વીમા કંપની આઈસીઆઈસીઆઈ લોજબોર્ડની સૌથી વધુ દરખાસ્ત મંજુર થઇ છે. તેના દ્વારા વપરાશ મને વાહન ચલાવવાના પ્રકારના ધોરણે વીમા પ્રોજેકટ રજુ કરાશે. વાહન ચલાવાના અંતર તથા વાહન ચલાવવાની રીતના આધારે પ્રીમીયમ નક્કી થશે.

મોસીકેઓ જનરલ ઇન્સ્યોરન્સ પણ જુદા જુદા પેકેજ પેશ કરશે. કિલોમીટર મુજબના અંતરના ધોરણે ગ્રાહકો પસંદગી કરી કશે. આ પ્રકારની પોલીસીમાં પ્રવર્તમાન કરતા માંડ ૨૦ ટકા પ્રીમીયમથી રૂ. અત્યારે પોલીસીમાં સરેરાશ ૧૦,૦૦૦નું કાર પ્રીમીયમ થાય છે. નવી પ્રોડકટ હેઠળ ૫૦ ટકા કે તેથી પણ મોંદ્યુ થઇ શકશે. પાયલોટ પ્રોજેકટ હેઠળ ૧લી ફેબ્રુઆરીથી અમુક ચોક્કસ શહેરોમાં જ ઉપલબ્ધ બનશે.

કોઇ વ્યકિત એકથી વધુ વાહનો ધરાવતા હોય તો તેને પણ જુદી જુદી વીમા પોલીસી લેવાની જરુર નહીં. આઈસીઆઈસીઆઈ લોજાબાર્ડ જનરલ ઇન્સ્યોરન્સતથા એડલવેઇસ જનરલ ઇન્સ્યોરન્સ આ પ્રકારની પોલીસી જારી કરશે.

(11:34 am IST)