Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

૩૭ ટકા ગ્રામિણ છોકરીઓ જાતિય હિંસાનો ભોગ બને છે

છોકરીઓ નિકળતી હોય છે ત્યારે મોટે મોટેથી ગીત ગાવા, કાગળો ફેકવા, મોબાઈલના નંબર આપવા, સંમતિ વગર ફોટોગ્રાફ પાડવા, અશ્લિલ હરકતો કરીને છોકરીઓની જાતિય હિંસા કરવામાં આવે છે

નવી દિલ્હી, તા.૨૪: મહિલાઓના સન્માનની વાતો કરવામાં આવે છે, બેટી બચાવો બેટી ભણાવોની વાત કરવામાં આવે છે. પરંતુ, સ્વાતિ સંસ્થાના સર્વેમાં ચોકાવનારી હકીકત સામે આવી છે. સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના ૧૬ ગામમાં સર્વે કરવામાં આવ્યો હતો, નો ફિઅર નામના પાયલોટ પ્રોજેકટ અંતર્ગત સર્વ કરાયો હતો. જેમાં ૩૭ ટકા છોકરીઓ જાતિય હિંસાના ભોગ બને છે. જેમાંથી ૩૦ ટકા છોકરીઓ છેડતીના ડરથી ૮જ્રાક્ન ધોરણ પછી ભણવાનુ છોડ્યું છે. કારણ કે સતામણીનો ડર લાગે છે. જેના કારણે ગામની બહાર છોકરીઓ ભણવા જતી નથી અથવા તો જવા દેવામાં આવતી નથી.સ્વાતિ સંસ્થાના ડાયરેકટર પુનમબેન કથુરિયાએ જણાવ્યુ હતુ કે, ગ્રામિણ છોકરીઓ કે મહિલાઓ જાતિય હિંસાના કારણે બહાર આવી શકતી નથી. છોકરાઓ મોબાઈલ નંબર ફેકે, ગીત ગાય, આંખો મારે, અશ્લીલ હરકતો કરીને છોકરીઓ સાથે સતામણી કરવામાં આવે છે, અને ૧૯.૧ ટકા ગ્રામિણ છોકરીઓ જ માત્ર મોબાઈલ ઉપયોગ કરે છે. તો ૯૬ ટકા ગ્રામિણ છોકરાઓ મોબાઈલનો ઉપયોગ કરે છે, એટલું જ નહી માત્ર ૪.૩ ટકા છોકરીઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.છોકરીઓને જાતીય હિંસાનો અનુભવ કેવા સ્થળે થાય છે? સ્વાતિ સંસ્થાના સર્વેમાં આ સવાલનો જવાબ છોકરીઓ આપતા કહ્યુ હતુ કે, શાળા, માર્ગ પર અને મહિલાઓ કહ્યુ હતુ કે, કામ કરવા જવાના માર્ગ પર જાતિય હિંસા થાય છે. જેના કારણે છોકરીઓ પર ડર બેસી જાય છે. એટલે કે છોકરીઓને એકલી બહાર નિકળતા ડર લાગે છે. ગામની બહાર ભણવા જવાનુ હોય છે ત્યારે ભણવાનુ છોડી દે છે. મહત્વની વાત એ છે કે, એક બાજુ બેટી બચાવો બેટી ભણાવો વાતો કરવામાં આવે છે પરંતુ, બેટીઓ જાતિય હિંસાના કારણે ભણવાનુ છોડી રહી છે.છોકરાઓ દ્વારા કેવા પ્રકારે જાતિય હિંસા કરવામાં આવે છે? જાતિય હિંસા એટલે બળાત્કાર નહી, બીજી અનેક પ્રકારે સતામણી કરવામાં આવે છે. જેમાં છોકરીઓ નિકળતી હોય છે ત્યારે મોટે મોટેથી ગીત ગાવા, કાગળો ફેકવા, મોબાઈલના નંબર આપવા, સંમતિ વગર ફોટોગ્રાફ પાડવા, અશ્લિલ હરકતો કરીને છોકરીઓની જાતિય હિંસા કરવામાં આવે છે, અને જયારે છોકરી એકલી નિકળતી હોય ત્યારે ખાસ આવી હરકતો છોકરાઓ દ્વારા કરવામાં આવે છે.શું મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે ઘટનાઓ બની રહી છે. ડિઝિટલ ઈન્ડિયા બની રહ્યુ છે, અને તમામ લોકો પાસે સ્માર્ટ મોબાઈલ હોય છે. પરંતુ મોબાઈલનો લોકો ઉપયોગ કરતા દુર ઉપયોગ વધારે કરતા હોય છે. પરંતુ ૧૯.૧ ગ્રામિણ છોકરીઓ પાસે જ મોબાઈલ છે, અને ૯૬ ટકા છોકરાઓ પાસે મોબાઈલ છે. પરંતુ ૧૯.૧ ટકા છોકરીઓમાંથી પણ માત્ર ૪.૩ ટકા જ છોકરીઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.

(10:21 am IST)