Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મધ્યપ્રદેશઃ રાજગઢની કલેકટર વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી પર ભાજપાના નેતા અને પૂર્વ મંત્રી પર કેસઃ કર્મચારીઓએ કાળીપટ્ટી પહેરી વિરોધ કર્યો

મધ્યપ્રદેશના રાજગઢની કલેકટર નીધિ નિવેદિતા વિરૂદ્ધ અશોભનીય ટિપ્પણી કરવા પર પોલીસએ  ભાજપના નેતા અને પૂર્વ રાજયમંત્રી બદ્રીલાલ યાદવ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી. જયારે શાસકીય કર્મચારીઓએ વિભિન્ન સંઘોએ ટિપ્પણીના વિરોધમાં જિલ્લાભરના કાયોલયોમાં કામ બંધ કરી કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો.

સીએએના સમર્થનામં બ્યાવરામા ભાજપાએ તિરંગા યાત્રા કાઢી હતી. દરમ્યાન કલેકટર નિધિ નિવેદીતાએ ભાજપા જિલ્લા મીડિયા પ્રભાવી રવિ બર્ડાને થપ્પડ મારી દીધી. ડેપ્યુટી કલેકટર પ્રિયા વર્માએ પણ એક કાર્યકર્તાને થપ્પડ મારી. આના વિરોધમાં ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ, શિવરાજસિંહ ચૌહાણ વગેરેએ સભા કરી પ્રદેશની કોંગ્રેસ સરકારે લલકારી હતી. નેતાઓ મંચ પર પહોંચ્યા પહેલા પૂર્વમંત્રી યાદવએ કલેકટરને લઇ અશોભનીય ટીપ્પણી કરી હતી. એસડીએમની ફરીયાદ પર ધારા ૧૮૮ અને ધારા ર૯૪ મુજબ મામલો દાખલ થયો હતો.

(12:00 am IST)