Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

સીએએના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરેઃ પાક-બાંગ્લાદેશના ગેરકાયદે મુસ્લિમ ઘૂસણખોરોને કાઢી મુકવામાં આવે

નાગરિકતા સંશોધન કાનૂન વિરૂદ્ધ ચાલી રહેલ ચર્ચામા વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના મુખિયા રાજ ઠાકરેએ આના સમર્થનનું એલાન કરી દીધુ છે. પોતાના બુલંદ અવાજ માટે જાણીતા રાજ ઠાકરેએ કહ્યું કે ભગવા મારા ડીએનએમા છે. એમણે કહ્યું કે  પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુસણખોરોને બહાર ફેંકી દેવા જોઇએ રાજ ઠાકરેનુ નિવેદન બાલા સાહેબ ઠાકરેની જયંતિ પર આપ્યું. આના પર રાજ ઠાકરેએ કહ્યું કે ભગવો ઝંડો ર૦૦૬ થી મારા દિલમાં છે હુ એક મરાઠી છુ અને હિંદુ પણ છું.

મુસ્લિમ ધર્મગુરૂઓ પર નિશાન તાકતા રાજ ઠાકરેએ કહ્યું કે અમારા દેશમાં થોડા મુસ્લિમ ધર્મગુરુ બીજા દેશ જાય છે. કોઇને પણ આનો ખ્યાલ નથી કે તે કયાં જાય છે રાજ ઠાકરેએ કહ્યું અમે ફેબ્રુઆરીના ગેરકાનુની ઘૂસણખોરો સામે મોટા અભિયાનની શરૂઆત કરશુ અને વિશાળ રેલીનુ આયોજન કરીશુ.

(12:00 am IST)