Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

શુગર ડિપ્લોમેસીઃ ભારત પાસેથી વધારે ખાંડ ખરીદી સબંધોમાં મિઠાશ લાવશે મલેશિયા

           મલેશિયાએ જમ્મુ-કાશ્મીરમાં ધારા ૩૭૦ ખતમ કરવા અને નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) પર પ્રધાનમંત્રી મહાતિર મોહમદની નિવેદનબાજીથી ભારત સાથે બગડેલ સંબંધોને સુધારવાની દિશામાં મોેટી પહેલ કરી છે. સૂત્રોના મુતાબીક પામતેલની આયાત પર પ્રતિબંધ પછી મલેશિયા ભારતની નારાજગીને શાત કરવાના  ક્રમમાં મલેશિયાની અહીંથી ખાંડની આયાત વધારવા જઇ રહ્યા છે. ક્રમમાં મલેશીયાની ટોચની ખાંડની  રિફાઇનરી એમએસએમ મલેશિયા હોલ્ડિંગ્સ બેરહદ ર૦ર૦ ની પ્રથમ ત્રિમાસીકમાં .૯ર કરોડ ડોલર (૩પ૦ કરોડ રુપીયા) માં ભારતથી .૩૦ લાખ ટન કાચી ખાંડની આયાત કરશે જયારે વર્ષ ર૦૧૯ માં મલેશિયાએ ભારતથી ૮૮ હજાર ટન ખાંડ ખરીદી હતી.

એમએસએમ પામતેલનું ઉત્પાદન કરવાવાળી મલેશિયા સરકારની માલિકીવાળી દુનિયાની સૌથી મોટી કંપની  એફજીબી હોલ્ડિંગ્સની ખાંડ રીફાઇન કરવાવાળી ઇકાઇ છે જોકે કંપનીએ ખાંડ ખરીદવામાં વધારા માટે પામતેલ વિવાદને કારણ નથી બતાવ્યું.

(12:00 am IST)