Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પાકિસ્તાનમાં વધુ એક સગીર હિન્દૂ યુવતીનું અપહરણ અને ધર્માન્તર : પોલીસ ફરિયાદ થતા યુવતીને સુરક્ષા ગૃહમાં મોકલી દેવાઈ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વસતા લઘુમતી હિન્દૂ કોમની સગીર તેમજ પુખ્ત વયની યુવતીઓના અપહરણ કરી ફરજીયાત ધર્માન્તર કરાવી શાદી કરી લેવાનો સિલસિલો સતત ચાલુ જ છે.
તાજેતરમાં 15 જાન્યુઆરીના રોજ સિંઘ પ્રાંતના જૈકમાબાદ જિલ્લામાંથી અપહરણ કરાયેલી 9 માં ધોરણમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર યુવતી મહકકુમારીનું અલી રજા સોલંકી નામક યુવાને અપહરણ કર્યાની ફરિયાદ નોંધાતા યુવતીને છોડાવી સુરક્ષા ગૃહમાં મોકલી દેવાઈ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)