Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

આફ્રિકાના ઘાનામાંથી અપહરણ કરાયેલા ગુજરાતના યુવાન વિક્રમ પટેલની 18 મહિના બાદ મુક્તિ

ઇસ્ટ આફ્રિકા : ઇસ્ટ આફ્રિકાના ઘાનામાંથી અપહરણ કરાયેલા ગુજરાતના ધાનેરાના વતની વશરામભાઇના યુવાન પુત્ર 26 વર્ષીય વિક્રમ પટેલની 18 મહિના બાદ મુક્તિ થઇ છે.
આ પરિવારે સોનાની ખાણનો કોન્ટ્રાક રાખ્યો છે.તેમનો પરિવાર સિક્યુરિટી સાથે જ બહાર જાય છે.પરંતુ 18 મહિના પહેલા સિક્યુરિટી વિના બહાર નીકળેલા યુવાન વિક્રમનું અપહરણ કરી ખંડણી મંગાઈ હતી.તેથી તેના પિતા વશરામભાઈએ સ્થાનિક તથા ભારત સરકારને રજુઆત કરી હતી જેના પરિણામે ભારતના તત્કાલીન વિદેશમંત્રી સ્વ.સુષ્મા સ્વરાજ સહિતનાઓએ મહેનત કરી હતી અંતે 18 મહિના સુધી બંધનમાં રહ્યા બાદ યુવાનનો હેમખેમ છુટકારો થયો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:10 pm IST)