Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

અમેરિકામાં કેલિફોર્નિયા ,શિકાગો ,તેમજ એટલાન્ટા ઉપરાંત કેનેડા ,યુરોપ ,તથા ઓસ્ટ્રેલિયા સહીત વિવિધ દેશોમાં ભારતના નાગરિકતા ધારાનો વિરોધ

કેલિફોર્નિયા : અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયામાં આવેલા અર્ટેસિયામાં વસતા ભારતીય મૂળના સેંકડો નાગરિકોએ તાજેતરમાં 19 જાન્યુઆરીના રોજ ભારતના નવા નાગરિકતા કાનૂન અને નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ વિરુદ્ધ દેખાવો કર્યા હતા.તથા આ કાયદો મોદી સરકારે રદ કરવો જોઈએ તેવી માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા તથા બેનર દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો.

 અર્ટેસિયા ઉપરાંત અમેરિકાના શિકાગો તથા એટલાન્ટા તેમજ કેનેડા ,યુરોપ ,ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ આ દિવસે દેખાવો કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:05 pm IST)