Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

દિલ્હીની ઐતિહાસિક જામા મસ્જિદમાં હવે નમાજ પઢવા આવનાર મહિલાઓને નહિ રોકે:શાહી બુખારી સાથે ઉપ રાજ્યપાલે કરી ચર્ચા

ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીએ કહ્યુ કે તે મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશ બંધ ના કરે, તેમની વાતને ઇમામ બુખારીએ સ્વીકારી લીધી

નવી દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સક્સેનાએ જામા મસ્જિદના શાહી ઇમામ બુખારીએ કહ્યુ કે તે મસ્જિદમાં મહિલાઓનો પ્રવેશ બંધ ના કરે, તેમની વાતને ઇમામ બુખારીએ સ્વીકારી લીધી છે, તેમણે અપીલ કરી છે કે અહી આવનારા મસ્જિદનું સમ્માન અને તેમની પવિત્રતા બનાવી રાખે. મહત્વપૂર્ણ છે કે ઐતિહાસિક જામા મસ્જિદમાં યુવતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. મસ્જિદ મેનેજમેન્ટે ત્રણ એન્ટ્રી ગેટ પર એક નોટિસ બોર્ડ લગાવ્યુ હતુ જેમાં લખ્યુ હતુ, જામા મસ્જિદમાં યુવતીઓ એકલી દાખલ થઇ શકતી નથી.

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતી માલિવાલે જામા મસ્જિદ મેનેજમેન્ટના આ નિર્ણયની ટિકા કરી હતી અને ટ્વીટ કર્યુ, જામા મસ્જિદમાં મહિલાઓની એન્ટ્રી રોકવાનો નિર્ણય ખોટો છે જેટલો હક એક પુરૂષનો ઇબાદતનો છે, એટલો જ એક મહિલાને પણ છે. હું જામા મસ્જિદના ઇમામને નોટિસ જાહેર કરી રહી છુ, આ રીતે મહિલાઓની એન્ટ્રી બેન કરવાનો અધિકાર કોઇને નથી.

 

જામા મસ્જિદના શાહી ઇમામ સૈયદ અહમદ બુખારીએ કહ્યુ હતુ કે નમાઝ પઢવા માટે આવનારી મહિલાઓને નહી રોકવામાં આવે, તેમણે કહ્યુ, આવી ફરિયાદ આવી રહી હતી કે યુવતીઓ પોતાના પ્રેમીઓ સાથે મસ્જિદમાં આવે છે. જો કોઇ મહિલા જામા મસ્જિદ આવવા માંગે છે તો તેના પરિવાર અથવા પતિ સાથે આવવુ પડશે. જો નમાઢ પઢવા આવે છે તો તેને રોકવામાં નહી આવે. જામામ મસ્જિદના પીઆરઓ સબીઉલ્લાહ ખાને કહ્યુ હતુ, મહિલાઓનો પ્રવેશ પ્રતિબંધિત નથી, જ્યારે યુવતીઓ એકલી આવે છે તો તે ખરાબ હરકત કરે છે, વીડિયો શૂટ કરે છે, તેને રોકવા માટે બેન છે. પરિવાર/ વિવાહિત કપલ પર કોઇ પ્રતિબંધ નથી.

 

(11:05 pm IST)