Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ત્રણ દિવસમાં ખાદ્યચીજોના ભાવમાં પાંચ ટકાનો વધારો

ઑક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર ૭%થી નીચે પહોંચ્યો : સોયા તેલની ૧૫૫.૬૨ રૃપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે પામ ઓઈલની કિંમત ૧૧૮.૩૯ રૃપિયા પ્રતિ લીટર થઈ

નવી દિલ્હી, તા.૨૪ : ઑક્ટોબરમાં છૂટક ફુગાવાનો દર ૭%થી નીચે પહોંચી ગયો હોય, પરંતુ ત્રણ દિવસમાં ખાદ્ય ચીજોના ભાવમાં ૫%નો વધારો થયો છે. ઉપભોક્તા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલીક વસ્તુઓને બાદ કરતાં બાકીની વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. બુધવારે ચોખાની કિંમત ૩૭.૯૬ રૃપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ હતી, જે ૨૦ નવેમ્બરે ૩૮.૨૯ રૃપિયા હતી.

ઘઉંનો ભાવ રૃ. ૩૦.૮૭ થી વધીને રૃ. ૩૧.૬૧, ચણાની દાળ રૃ. ૭૧.૭૮ થી વધીને રૃ. ૭૪.૨૧ અને અળદ દાળ રૃ. ૧૧૧.૭૫ થી વધીને રૃ. ૧૧૩.૧૬ પ્રતિ કિલોગ્રામ પર પહોંચી છે. અડદની દાળની કિંમત ૧૦૬.૭૨ રૃપિયાથી વધીને ૧૦૯.૧૭ રૃપિયા, મસૂરની દાળ ૯૪.૨૩ રૃપિયાથી વધીને ૯૬.૩૧ રૃપિયા અને મગની દાળની કિંમત ૧૦૨ રૃપિયાથી વધીને ૧૦૪ રૃપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જો કે ચા પત્તી અને સરસવના તેલના ભાવમાં ઘટાડો થયો છે.

ડેટા મુજબ, સોયા તેલની કિંમત ૧૫૫.૧૭ રૃપિયાથી વધીને ૧૫૫.૬૨ રૃપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન પામ ઓઈલની કિંમત ૧૧૭.૫૫ રૃપિયાથી વધીને ૧૧૮.૩૯ રૃપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. દૂધનો ભાવ રૃ. ૫૩.૮૬ થી વધીને રૃ. ૫૫.૧૮ પ્રતિ લીટર થયો છે જ્યારે સીંગદાણાના તેલનો ભાવ રૃ. ૧૮૮.૫૧ થી વધીને રૃ. ૧૯૦.૮૬ પ્રતિ લીટર થયો છે.

સરકારે બુધવારે કહ્યું કે, તે ઘઉંની કિંમતો પર નજર રાખી રહી છે. જો છૂટક બજારમાં તેની કિંમતમાં અસામાન્ય વધારો થશે તો તેને કાબૂમાં લેવા પગલાં લેવામાં આવશે. ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ જણાવ્યું કે, ચોખાના ભાવ સ્થિર છે. મે મહિનામાં ઘઉં પર પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ છૂટક ઘઉંના ભાવમાં ૭%નો વધારો થયો છે. એમએસપીમાં થયેલા વધારાની સરખામણીમાં આ ૪-૫ ટકા છે.

માલ    ૨૩ નવેમ્બર ૨૦ નવેમ્બર

૧.      વનસ્પતિ તેલ               ૧૩૯.૫૭ ૧૪૬.૧૪

૨.      સૂર્યમુખી તેલ               ૧૭૧.૧૬  ૧૬૮.૭૪

૩.      બટાકા       ૨૭.૩૬        ૨૮.૪૦

૪.      ડુંગળી       ૩૦.૪૭        ૨૯.૪૫

૫.      ટામેટા  ૩૫.૨૦ ૩૩.૧૨

(7:49 pm IST)