Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

વર્લ્ડકપ ઈતિહાસમાં સ્પેનના 100 ગોલ પુરા: કોસ્ટા રિકા સામે સ્પેનનો 7-0થી ભવ્ય વિજય

વર્લ્ડ રેકિંગમાં સ્પેનની ટીમ 7માં સ્થાને :કોસ્ટા રિકાની ટીમ 31માં સ્થાને છે.

મુંબઈ :ફિફા વર્લ્ડકપ 2022ની 11મી મેચ આજે સ્પેન અને કોસ્ટા રિકા વચ્ચે રમાઈ હતી. આ મેચ ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આજની આ રોમાંટક મેચમાં સ્પેનનો 7-0થી ભવ્ય વિજય થયો છે.

 વર્લ્ડ રેકિંગમાં સ્પેનની ટીમ 7માં સ્થાને છે. જ્યારે કોસ્ટા રિકાની ટીમ 31માં સ્થાને છે. સ્પેનની ટીમ 2016માં ફિફા વર્લ્ડકપની વિજેતા ટીમ છે. આજે સ્પેનની ફૂટબોલ ટીમે વર્લ્ડકપ ઈતિહાસની તેની સૌથી મોટી જીત મેળવી છે.સ્પેનની ટીમે તેના વર્લ્ડકપ ઈતિહાસમાં પહેલીવાર 7 ગોલ કર્યા છે

  જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

  સ્પેનનો ફિફા વર્લ્ડકપ 2022નો આ પ્રથમ ગોલ તેના વર્લ્ડકપ ઇતિહાસનો 100 મો ગોલ બન્યો હતો.જર્મની, બ્રાઝિલ, ઇટાલી, આર્જેન્ટિના અને ફ્રાન્સ પછી સ્પેન વર્લ્ડ કપમાં 100 ગોલ કરનાર છઠ્ઠો દેશ બન્યો છે.

(12:55 am IST)