Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

વેક્સિન માટેના ફંડિંગ અંગે બજેટમાં ફાળવણી કરાશે

રાહુલ ગાંધીના સવાલનો મોદી સરકારે જવાબ આપ્યો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર ઉપર સવાલ કર્યો કે કોરોનાની રસી કઈ રીતે સરકાર મફતમાં આપી શકશે

નવી દિલ્હી,તા.૨૪ : ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસની રસીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, આવામાં ભારતમાં કોરોના રસી કોને ક્યારે આપવી તે માટેનો રોડ મેપ પણ લગભગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. પરંતુ કોરોના વાયરસની રસી માટેનો ખર્ચો ભારતની વસ્તી પ્રમાણે જરાય સામાન્ય નહીં હોય ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી હતી. આ પછી અન્ય રાજ્યોની સરકારોએ પણ કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી હતી. જોકે, આ પછી સ્વાસ્થ્ય મંત્રાલયે વિવાદનો અંત લાવાની કોશિશ કરવા માટે કહ્યું હતું કે કોરોનાની રસી બધાને મફતમાં મળશે. આમ છતાં કોંગ્રેસે આ પડકાર માટે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. જેનો સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. કોરોનાની રસી મફતમાં આપવાની સરકારની જાહેરાત પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે કોરોનાની રસી કઈ રીતે સરકાર મફતમાં આપી શકશે.

            રાહુલ ગાંધીએ સરકારને કરેલા સવાલનો જવાબ પણ સરકારે આપ્યો છે. રાહુલ ગાંધીએ કોરોના રસીના ડિસ્ટ્રીબ્યુશનથી લઈને તેના ખર્ચ અંગે સવાલ કર્યા હતા જેના પર મોદી સરકારના સ્વાસ્થ્ય મંત્રીએ જવાબ આપ્યો છે. ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, ફાઈઝરની રસીને રેસમાંથી બહાર ગણાવી છે. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, સરકાર વેક્સીન નિર્માણ કરનારી કંપનીઓના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે વેક્સીન માટે પ્રાયોરિટી ગ્રુપ્સની ઓળખ કરવામાં આવી રહી છે, અને સૌથી પહેલા હેલ્થવર્કર્સને રસી આપવામાં આવશે. ડિસ્ટ્રીબ્યુશનના સવાલ પર તેમણે કહ્યું કે એક્સપર્ટ ગ્રુપે આખો પ્લાન બનાવી દીધો છે. વેક્સીન માટેના ફંડિંગ અંગે તેમણે જણાવ્યું કે, બજેટમાં તેનું અલોટમેન્ટ કરાશે. તમામ ભારતીયોને ક્યાં સુધીમાં રસી મળશે તેના વિશે સ્વાસ્થ્ય મંત્રીએ કોઈ તારીખ નથી આપી પરંતુ તેમણે કહ્યું કે પહેલા પ્રાયોરિટી ગ્રુપ્સ, પછી ધીમે-ધીમે તમામ વસ્તીને રસી આપવામાં આવશે. રસીને લઈને થનારા રાજકારણની સંભાવનાને જોતા સ્વાસ્થ્ય મંત્રીએ એ પણ કહ્યું કે, તમામ રાજ્યોની વસ્તી પ્રમાણે વેક્સીન આપવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય નેશનલ એક્સપર્ટ ગ્રુપનો ભાગ છે. ટેક્નોલોજી એક્સપર્ટ્સે સલાહ-સૂચનો કરીને ગ્રુપ પ્રાયોરિટી પર ડેટાબેઝ તૈયાર કરાઈ રહ્યો છે. હર્ષવર્ધને કહ્યું કે, *દબાણ કરીને કોઈને વેક્સીન આપવામાં નહીં આવે. અમે પહેલા હેલ્થવર્કર્સને કવર કરીશું પછી તમામ વસ્તીને અપાશે.* સરકાર સંપૂર્ણ રસીકરણ અભિયાનનો કંટ્રોલ પોતાના હાથમાં રાખી શકાયછે

(7:44 pm IST)
  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST

  • નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે :' લવ જેહાદ ' મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર : વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે : બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત : મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે : ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે : છેલ્લા થોડા દિવસોમાં ફરજીયાત ધર્માન્તર ,લવ જેહાદ ,સહિતના 100 જેટલા કિસ્સા બનતા યોગી સરકાર આકરા પાણીએ access_time 7:59 pm IST

  • બેક ટુ બેક ... આવતા મહિને વધુ એક 'બુરેવી' વાવાઝોડાનો ખતરો : 'નિવાર'નામનું વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીમાં છે ત્યારે તામિલનાડુના દરિયાકિનારે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છેઃ 'બુરેવી'નામનું વાવાઝોડુ તા.૩ કે ૪ ડીસેમ્બર આસપાસ ત્રાટકે તેવી સંભાવના હોવાનું વેધરની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે access_time 2:36 pm IST