Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કેન્દ્રીય મંત્રીનો દાવો : આગામી ૨-૩ મહિનામાં મહારાષ્ટ્રમાં થશે નવાજૂનીઃ રાજયમાં ફરી આવશે ભાજપની સરકાર

મુંબઇ,તા. ૨૪: કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે, ભાજપ મહારાષ્ટ્રમાં આગામી ૨-૩ મહિનામાં સરકાર બનાવી લેશે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકને સંબોધિત કરતા આ દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ તે નહીં વિચારવું જોઈએ કે આપણી સરકાર મહારાષ્ટ્રમાં નહી આવે. આપણે આગામી ૨-૩ મહીનામાં અહીં સરકાર બનાવી લેશું. અમે તેના પર કામ કર્યું છે. આપણે વિધાન પરિષદની ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યાં છીએ.

અહીં ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ઠીક એક વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા સાથે મળીને રાજયમાં ૮૦ કલાકની સરકાર બનાવી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બનાવશે તેવો દાવો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કર્યો છે.

(10:09 am IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • પાક.નો બેટસમેન ફખર ઝમાન ન્યુઝીલેન્ડની ટૂરમાંથી આઉટ : લાહોર : પાકિસ્તાનના બેટસમેન ફખર ઝમાનને તાવ આવતા તે ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી બહાર થઇ ગયો છે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ૧૮ ડીસેમ્બરથી ત્રણ ટી-ર૦ અને બે ટેસ્ટ મેચોની સીરીઝ રમાનાર છે. access_time 2:35 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST