Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

Paytmના CEO વિજયશેખર શર્મા એ જોરદાર ડાન્સ કર્યો : હર્ષ ગોએન્કાએ વીડિયો ટ્વિટ કર્યો

સેબી પાસેથી રૂ. 16,600 કરોડના IPO માટે મંજૂરી મળતા Paytmની ઓફિસમાં જોરશોરથી ઉજવણી

મુંબઈ : RPG ગ્રુપના ચેરમેન હર્ષવર્ધન ગોએન્કાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ડિજિટલ પેમેન્ટ અને ફાઈનાન્સિયલ સર્વિસ કંપની Paytmની ઓફિસમાં જોરશોરથી ઉજવણી કરવામાં આવી રહી છે. વીડિયોમાં પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે.

દેશની અત્યાર સુધીની સૌથી મોટી જાહેર ઓફર ગણાતા રૂ. 16,000 કરોડથી વધુના Paytm IPOને સેબીએ મંજૂરી આપ્યા બાદ કંપનીની ઓફિસમાં ઉત્સવનું વાતાવરણ હતું. ડિજિટલ પેમેન્ટ સર્વિસ કંપની Paytm ને માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી રૂ. 16,600 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટે મંજૂરી મળી છે.

હર્ષ ગોએન્કાએ શેર કરેલા આ વીડિયોમાં વિજયશેખર શર્મા સ્ટાફ સાથે બોલિવૂડ ગીત 'અપની તો જૈસે તૈસે' પર ડાન્સ કરતા જોવા મળે છે. નોંધપાત્ર બાબત એ છે કે સેબીની મંજૂરી બાદ પેટીએમની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ માટે 16,600 કરોડ રૂપિયાનો આઈપીઓ રજૂ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

(11:48 pm IST)