Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

વિરાટ કોહલીની કેપ્ટન ઇનિગ્સની મદદથી ભારતે પાકિસ્તાનને જીતવા માટે 152 રનનો ટાર્ગેટ આપ્યો

કોહલી અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 40 બોલમાં 53 રન કર્યા :પંતે 39 રન બનાવ્યા : રવિન્દ્ર જાડેજા અને કોહલીએ પાંચમી વિકેટ માટે 33 બોલમાં 41 રન જોડ્યા

ભારત અને પાકિસ્તાનની હાઇપ્રોફાઇલ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમત્રિત કર્યો જેમાં ભારતે 7 વિકેટે ગુમાવીને 151 રન કર્યા છે, પાકિસ્તાને અસરકારક બોલિંગ કરી ભારતીય બેટસમનો બાંધી રાખ્યા હતા ,શરૂઆતના પાવર પ્લેમાં ભારતની વિકેટ પડિ જતાં ભારત સંઘર્ષમાં આવી ગયું હતું પરતું ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કેપ્ટન ઇનિગ્સ રમીને ભારતને સન્માનજનક સ્કોર પર પહોચાડયું હતું. વિરાટ અને પંતએ સારી ભાગીદારી નોંધાવી હતી તેના લીધે સારો સ્કોર થયો હતા.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમ ઈન્ડિયાએ 31 રન સુધી ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. શાહીન આફ્રિદીએ રોહિત શર્મા (3) અને કેએલ રાહુલ (0) ને પેવેલિયન મોકલ્યા હતા. આ પછી સૂર્યકુમાર યાદવ કંઇ ખાસ કરી શક્યા નહીં અને 11 રન બનાવ્યા બાદ પેવેલિયન પરત ફરતા રહ્યા.

ત્રણ વિકેટ પડ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંતે સાથે મળીને દાવ સંભાળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે 40 બોલમાં 53 રનની ભાગીદારી કરી હતી. પંત 39 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા અને કોહલીએ પાંચમી વિકેટ માટે 33 બોલમાં 41 રન જોડ્યા. જાડેજા 13 રન બનાવીને આઉટ થયો હતો.

કોહલી પણ 57 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક ફરી એકવાર માત્ર 11 રન જ બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ભારતે છેલ્લી પાંચ ઓવરમાં 51 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ગુમાવી હતી.

(9:51 pm IST)