Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

આર્યન ખાન ડ્રગ કેસ : ગોસાવીના બોડીગાર્ડનો ધડાકો : NCB એ કોરા કાગળો પર મારી સહી કરાવી લીધી હતી : સાક્ષીઓને ઘણીવાર મારી નાખવામાં આવે છે તેથી મારી હયાતીમાં જ સત્ય જણાવી દેવા માંગુ છું : કોર્ટમાં એફિડેવિટ

મુંબઈ : બૉલીવુડ એક્ટર શાહરુખ ખાનનો પુત્ર જે કેસમાં કસ્ટડી હેઠળ છે તે ક્રુઝ શિપ ડ્રગ કાંડના આર્યન ખાન ડ્રગ કેસમાં ગોસાવીના બોડીગાર્ડે ધડાકો કરતા જણાવ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો ( NCB ) એ કોરા કાગળો પર મારી સહી કરાવી લીધી હતી .સાક્ષીઓને ઘણીવાર મારી નાખવામાં આવે છે અથવા ઉપાડી જવામાં આવે છે  તેથી મારી હયાતીમાં જ સત્ય જણાવી દેવા માંગુ છું તેવી એફિડેવિટ તેણે કોર્ટમાં રજૂ કરી છે.

ગોસાવીના બોડીગાર્ડ પ્રભાકર સૈલે એફિડેવિટમાં વિગતવાર આરોપ મૂક્યો હતો કે કેસમાં તપાસ દરમિયાન NCB દ્વારા કાગળની કોરી શીટ્સ પર સહી લઇ લેવામાં આવી હતી. તેણે પોતાના જાન પર ખતરો પણ વ્યક્ત કર્યો હતો, તેમ છતાં તેનો માલિક ગોસાવી ગુમ થઈ ગયો છે.

એફિડેવિટમાં તેણે ગોસાવીએ મોકલેલા વ્હોટ્સ એપ મેસેજ તથા ફોટાની વિગત આપી હતી તથા જણાવ્યું હતું કે કેપી ગોસાવી હવે ગુમ છે અને મને હવે ડર છે કે એનસીબીના અધિકારીઓ અને તેમાં સામેલ અન્ય વ્યક્તિઓ મને મારી શકે છે અથવા કેપી ગોસાવીની જેમ મારું અપહરણ કરી શકે છે. મોટા ભાગના કેસોમાં જોવા મળ્યા મુજબ, સાક્ષીઓને ઘણી વખત મારી નાખવામાં આવે છે અથવા લઈ જવામાં આવે છે .

સોગંદનામામાં NCB ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનું નામ એવા અધિકારી તરીકે છે જેમણે કોરા કાગળો પર સહી કરવાની સૂચના આપી હતી. વાનખેડેએ આ આરોપને નકારી કાઢ્યા છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:17 pm IST)