Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ગુજરાતમાં કોવિદ -19 ઇન્જેક્શન અને દવાઓના વેચાણમાં જંગી ઘટાડો : એપ્રિલ 21માં રેમડેસીવીર ઈન્જેક્શનનું વેચાણ 3.49 લાખ હતું જે ઓક્ટોબર માસમાં 1680 થઇ ગયું : ફેવીપીરવીર ટેબ્લેટનું વેચાણ 34.47 લાખમાંથી 408 થઇ ગયું


અમદાવાદ : ગુજરાતમાં કોવિદ -19 ઇન્જેક્શન અને દવાઓના વેચાણમાં જંગી ઘટાડો નોંધાયો છે. જે મુજબ એપ્રિલ 21માં રેમડેસીવીર ઈન્જેક્શનનું વેચાણ 3.49 લાખ હતું તે ઓક્ટોબર માસમાં ઘટીને 1680 થઇ ગયું છે. તે જ પ્રમાણે ફેવીપીરવીર ટેબ્લેટનું વેચાણ 34.47 લાખમાંથી 408 થઇ જવા પામ્યું છે.

ગુજરાત ફૂડ એન્ડ દૃગ એડ્મીનીસ્ટ્રેશનના જણાવ્યા મુજબ માર્ચ થી મે 2021 સુધીના કોવિદ -19 ના બીજા વેવ દરમિયાન એન્ટીવાયરલ ડ્રગ એટલે કે દવાઓના માસિક વેચાણમાં સમગ્ર દેશમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો હતો.જે જૂન 21 પછી ઘટાડો નોંધાવાનું શરૂ થયા બાદ ઓક્ટો માસમાં આ દવાઓ તથા ઈન્જેક્શનનું વેચાણ તળિયે પહોંચી જવા પામ્યું છે.તેવું ટી.ઓ.ઈ.દ્વારા જાણવા મળે છે.

(6:35 pm IST)