Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ભારત સાથે તણાવ વચ્ચે ખંધા ચીનની હવે નવી ચાલ :સરહદ પર નાગરિકોને મોટાપાયે વસાવશે: કાયદો પાસ

આવા વિસ્તારોમાં બીજા દેશ માટે સૈન્ય કાર્યવાહી વધારે મુશ્કેલ બનશે.

નવી દિલ્હી :ભારત સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે ખંધા ચીને હવે નવી ચાલ ચાલી છે.ચીનમાં નવો લેન્ડ બોર્ડર કાયદો પસાર કરવામાં આવ્યો છે.જેના ભાગરુપે હવે સરહદને અડીને આવેલા પોતાના વિસ્તારોમાં ચીનની સેનાની દખલગીરી વધશે.ચીન આવા વિસ્તારોમાં પોતાના નાગરિકોને વસાવવાની તૈયારીઓ કરી રહ્યુ છે.જેથી આવા વિસ્તારોમાં બીજા દેશ માટે સૈન્ય કાર્યવાહી વધારે મુશ્કેલ બનશે.

ચીન પોતાના કાયદાને દેશની એકતા અને અખંડિતતા માટે જરુરી બતાવી રહ્યુ છે.આ કાયદા હેઠળ સરહદ નજીકના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવશે.આ વિસ્તારોમાં આર્થિક, સામાજિક વિકાસની સાથે સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર પણ જોર મુકવામાં આવશે.લોકો વચ્ચે આર્થિક, સામાજિક સમન્વય વધારાશે.નવો કાયદા આગામી જાન્યુઆરી મહિના સુધીમાં લાગુ કરી દેવામાં આવશે.

જાણકારોને શંકા છે કે, નવો કાયદો ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ પર અસર પાડી શકે છે.ચીનને સૌથી વધારે વિવાદ ભારત અને ભુટાન સાથે છે.બીજા 12 દેશો સાથેના સીમા વિવાદને ચીન લગભગ ઉકેલી ચુકયુ છે.

(4:25 pm IST)