Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કેરળમાં લઘુમતી કોમોને અપાતી સ્કોલરશિપમાં ભેદભાવ : મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેનો રેશિઓ 80 ટકા અને 20 ટકા શા માટે ? : કેરળ સરકારના નિયમને હાઇકોર્ટે રદ કરતા રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી : કેરળમાં લઘુમતી કોમોને અપાતી સ્કોલરશિપમાં ભેદભાવ જોવા મળ્યો છે. જે મુજબ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેનો રેશિઓ 80 ટકા અને 20 ટકા જોવા મળતા હાઇકોર્ટે રાજ્ય સરકારનો આ નિયમ રદ કરતો ચુકાદો આપ્યો છે. આથી કેરળ સરકારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી સ્પેશિઅલ લિવ પિટિશનમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટે 28 મે ના રોજ આપેલા ચુકાદામાં આ નિયમ રદ કર્યો છે.તથા જણાવ્યું છે કે નક્કી કરેલી તમામ લઘુમતી કોમોને મળવાપાત્ર સબ્સિડીનું પ્રમાણ છેલ્લી વસતી ગણતરીને ધ્યાને રાખીને તેમની વસ્તીના પ્રમાણમાં હોવું જોઈએ.

ચીફ જસ્ટિસ એસ.મણિકુમારની બેન્ચે એક ખ્રિસ્તી નાગરિક પલ્લીવાથુકકલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજીના અનુસંધાને ઉપરોક્ત ચુકાદો આપ્યો હતો.જેને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.જેમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકારે સ્કોલરશીપના પ્રમાણનો નિયમ રાજેન્દ્ર સચ્ચરના રિપોર્ટને ધ્યાને લઇ નક્કી કર્યો છે.જે મુજબ મુસ્લિમ કોમ શિક્ષણ ક્ષેત્રે વધુ પછાત હોવાના અહેવાલના આધારે નિયમ નક્કી કરાયેલ છે.માત્ર વસ્તીના પ્રમાણે ધ્યાને રાખવાને બદલે દરેક લઘુમતી કોમના શિક્ષણ ક્ષેત્રે પછાતપણાને ધ્યાને લઇ સ્કોલરશિપનો રેશિઓ નક્કી કરાયો છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:48 pm IST)