Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નેપાળની સરહદે 7 જિલ્લાના અનેક વિસ્તારોમાં ચીનનો ગેરકાયદે કબ્જો ભારત વિરુદ્ધ ડ્રેગનની રણનીતિ સામે ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

દોલખા, ગોરખા, દારચુલા, હમલા, સિંધુપાલચૌક, સંખુવાસભા અને રસુવામાં ચીનની ઘુષણખોરી

નવી દિલ્હી : એકતરફ સરહદ વિવાદ પર ભારતથી સતત માત ખાઈ રહેલ ચીન હવે ભારત વિરુદ્ધ પોતાની નવી રણનીતિ બનાવવામાં લાગી ગયું છે.ચીન હવે નેપાળ દ્વારા ભારતની ગતિવિધિઓ પર નજર રાખવાનો ઈરાદો બાવી રહ્યું છે. તેનું પરિણામ છે કે ચીને નેપાળની સરહદ પર આવેલા 7 જિલ્લાના ઘણા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. પરંતુ ચીનની હરકત બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

એજન્સીઓએ સંકેત આપ્યો છે કે ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે અને વધુમાં વધુ નેગાળી સરહદો પર કબજો કરી બારૂદી સુરંગ બનાવી રહ્યું છે. એક આંતરિક ગુપ્તચર એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ચીનની હરકત સીધી રીતે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી (NCP) માટે ખુબ નુકસાનકારક સિદ્ધ થઈ શકે છે, કારણ કે ચીન નેપાળમાં ચીની કોમ્યુનિસ્ટના વિસ્તારવાદી એજન્ડાને ઢાળવાનો પ્રયાસ કરી રહ્યું છે.

રિપોર્ટ અનુસાર, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સામે ચીનનો જમીન ઝડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને નજરઅંદાજ કરી દેવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નેપાળના તે જિલ્લા જે ચીનની જમીન પચાવી પાડવાની યોજનાના શિકાર છે, તેમાં દોલખા, ગોરખા, દારચુલા, હમલા, સિંધુપાલચૌક, સંખુવાસભા અને રસુવા સામેલ છે.

ચીને ડોખલામાં નેપાળ તરફ આંતરરાષ્ટ્રીય સરહદ 1500 મીટર આગળ વધારી છે. ડોલખામાં કોરલંગ ક્ષેત્રમાં નંબર 57, જે પહેલા કોરલંગના શીર્ષ પર સ્થિત હતું. ડોલખાની જેમ ચીને ગોરખા જિલ્લા અને સીમા સ્તંભ સંખ્યા 35મા સ્તંભ સંખ્યા 35, 37 અને 38ને સ્થાણાંતરિત કરી દેવામાં આવી છે.

નેપાળનું કૃષિ મંત્રાલય પણ હાલમાં એક રિપોર્ટ લઈને આવ્યું છે જેમાં ચીન દ્વારા જમીન પચાવી પાડવાના મામલાને ઉજાગર કરવામાં આવ્યો છે. મંત્રાલયે ચાર નેપાળી જિલ્લા હેઠળ આવનાર ઓછામાં ઓછા 11 સ્થાનો પર નેપાળી જમીન પર ચીનના કબજા વિશે જાણકારી આપી. જિલ્લામાં આવેલા મોટાભાગના ક્ષેત્રો નદીઓના જળગ્રહણ ક્ષેત્રો છે, જેમાં હમલા, કરનાલીમાં ભાગદારે નદીના ક્ષેત્ર સામેલ છે

 

(1:11 am IST)
  • બેંગ્લોરમાં ૩ કલાકમાં ૩ ઈંચ વરસાદ તૂટી પડ્યો : બેંગ્લુરૂમાં ગઈકાલે ત્રણ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી જતા ચારે કોર પાણી ભરાયા હતા : રાજેશ્વરીનગરમાં રીટેઈનીંગ દિવાલ તૂટી પડતા નીચાણ વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા access_time 3:03 pm IST

  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST

  • '૫૦' વટાવી ચુકેલ પોલીસોની દાંડાઇ હવે યોગી સરકાર ચલાવી નહિ લ્યે : ૫૦ વર્ષથી મોટા ઉમરના અને કામ નહિ કરતા પોલીસ કર્મીઓનું લીસ્ટ યોગી સરકાર તૈયાર કરાવી રહી છે. આ બધાને વહેલા સેવા નિવૃત કરી દેવાશે રાજયના તમામ પોલીસ વડાને લીસ્ટ તૈયાર કરવા યોગી આદિત્યનાથે ફરી આદેશ આપ્યો access_time 3:04 pm IST