Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બિહારમાં મતદાન પહેલા ભાજપના 2 વર્તમાન ધારાસભ્ય 4 પૂર્વ ધારાસભ્ય અને 1 પૂર્વ સાંસદને પાર્ટીમાંથી હકાલપટ્ટી

પાર્ટીની શિસ્ત ભંગ બદલ પ્રદેશ પ્રમુખ સંજય જયસવાલની મોટી કાર્યવાહી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે. જેના કારણ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. બીજી તરફ બિહાર ભાજપે મોટી કાર્યવાહિ કરી છે. બિહાર ભાજપે પોતાના બે વર્તમાન ધારાસભ્યો સહિત કુલ સાત નેતાને પાર્ટીમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. બિહાર ભાજપના અધ્યક્ષ સંજય જયસવાલે ભાજપના બે ધારાસભ્યો અજય કુમાર સિંહ અને આર એસ પાંડેયને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. અજય કુમાર સિંહ રક્સોલના ધારાસભ્ય છે તો આર એસ પાંડેય બગહાના ધારાસભ્ય છે.

આ બંને ધારાસભ્યોની ટિકિટ કપાવાના કારણે તેમણે બગાવત કરી છે અને તે જ સીટ ઉપરથી ચૂંટણી જંગમાં ઉતર્યા છે. આ સિવાય ભાજપે પાંચ અન્ય નેતાઓ સામે પણ કાર્યવાહી કરી છે અને તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ પાંચ લોકોમાં ચાર પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાસંદ છે. જેમાં વિશ્વમોહન કુમાર, વિજય ગુપ્તા, પ્રદીપ દાસ, વિભાસ ચંદ્ર ચૌધરી ને કિશોર કુમાર મુન્નાનો સમાવેશ થાય છે.

(12:45 am IST)