Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

IPL -2020 :કોલકાતા નાઇટરાઇડર્સે દિલ્હીને 59 રને હરાવ્યું :

મેન ઓફ ધ મેચ વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ ઝડપી :નીતેશ રાણાના 81 અને નરૈનએ તોફાની 64 રન ફટકાર્યા

અબુધાબીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કોલકાતા નાઇટરાઇડર્સે દિલ્હી કેપિટલને 59 રને હરાવીને ટાઇટલ પ્રવેશની આશા જીવંત રાખી છે. અબુધાબીમાં રમાયેલી આ મુકાબલામાં દિલ્હીએ કોલકાતા નાઇટરાઇડર્સને ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધા બાદ 20 ઓવરમાં 6 વિકેટે 194 રન કર્યા હતા તેના આ મોટા સ્કોરમાં નીતિશ રાણાના 81 અને સુનિલ નરૈનના તોફાની 64 રનનો ફાળો મુખ્ય હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉના મુકાબલામાં દિલ્હીએ કોલકાતા નાઇટરાઇડર્સ સામે 4 વિકેટે 228 રનનો જંગી જુમલો ખડકીને 18 રને વિજય મેળવ્યો હતો. પણ આજની મેચમાં તો દિલ્હીએ કોલકાતા નાઇટરાઇડર્સના 200થી નીચેના સ્કોર સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી દિલ્હીએ કોલકાતા નાઇટરાઇડર્સે આપેલા 195 રનના લક્ષ્યાંક સામે નિયમિત અંતરે વિકેટ ગુમાવવાનું જારી રાખ્યુ હતુ. દિલ્હીએ 95 રન સુધી પહોંચવા દરમિયાન તો પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

પાંચમી વિકેટના સ્વરૂપમાં કેપ્ટન શ્રેયસ અય્યર 38 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 47 રન કરી આઉટ થવાની સાથે દિલ્હીના વિજયની આશા સમાપ્ત થઈ ગઈ હતી. દિલ્હીએ 13 રનમાં જ બે વિકેટ ગુમાવી દેતા લાગવા માંડ્યુ હતું કે તે મેચ નહી જીતે. છેવટે થયું પણ તેવુ. 20 ઓવરમાં દિલ્હી 9 વિકેટે 135 રન જ કરી શક્યુ.ipl live todayકોલકાતા તરફથી વરુણે 20 રન આપી પાંચ અને કમિન્સે 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ફર્ગ્યુસનને એક વિકેટ મળી હતી. આમ વરુણ ચક્રવર્તી મેન ઓફ ધ મેચ બન્યો હતો. આ પહેલા દિલ્હીએ બેટિંગમાં ઉતાર્યા પછી કોલકાતા નાઇટરાઇડર્સે 42 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા તે મોટો સ્કોર નહી કરે તેમ લાગતુ હતુ. પરંતુ અહીંથી નીતેશ રાણા અને સુનિલ નરૈને બાજી સંભાળી હતી.

નીતેશ રાણાએ 53 બોલમા 13 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 81 રન કર્યા હતા, તેનો સ્ટ્રાઇક રેટ 152.1નો હતો. તેને સાથ આપતા નરૈને 200ના સ્ટ્રાઇક રેટે 32 બોલમાં ચાર છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી 64 રન કર્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટની 115 રનની ભાગીદારી નોંધાઈ હતી. તેમની ભાગીદારીના લીધે કોલકાતા નાઇટરાઇડર્સ સન્માનજનક સ્કોર કરી શક્યું હતું. દિલ્હી તરફથી અશ્વિન, નોર્ત્જે અને રબાડાને બે-બે વિકેટ મળી હતી.

(9:16 pm IST)