Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગામડાઓમાં ૨૪ કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજના મોદીજીએ શરૂ કરાવી, કર્તવ્યનિષ્ઠાથી તેમણે લોકોના દુઃખ દૂર કર્યા: ગુજરાતને રોપ-વે, હોસ્પિટલ અને ખેડૂતોને ૨૪ કલાક વીજળી યોજનાનાં પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્રેરક પ્રવચન

ગાંધીનગર : ગામડાઓમાં 24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજના મોદીજીએ શરૂ કરાવી, કર્તવ્યનિષ્ઠાથી તેમણે લોકોના દુઃખ દૂર કર્યા છે ગુજરાતને રોપ-વે, હોસ્પિટલ અને ખેડૂતોને ૨૪ કલાક વીજળી યોજનાનાં પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ પ્રેરક પ્રવચન આપ્યું હતું

વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ, ટૂરિઝમમાં આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનાં ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા પછી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ  ૧૦ મુખ્ય વાતો કહી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે  ગુજરાત વતી હું પીએમ મોદીનો આભાર માનું છે. આજના પવિત્ર દિવસે ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના ગુજરાત માટેના સ્વપ્ન આજે સિદ્ધ થયા છે. 

વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ, ટૂરિઝમમાં આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી વિકાસની સફર યથાવત છે. કોરોનાકાળમાં પણ વિકાસ કાર્યો યથાવત રહ્યા છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આપત્તિને અવસરમાં પલટાવીને સવાયા ગુજરાત માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. કોરોનામાં ગુજરાતમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. પોઝિટિવિટી રેટ પોણા ત્રણ ટકા જેટલો રહ્યો છે.તહેવારોની વચ્ચે પણ જનતા કોરોના સામે લડી રહી છે. સંયમ સાથે લોકો તહેવારો ઉજવણી કરી રહ્યાં છે. 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે આજે વર્લ્ડ ક્લાસ રોપ-વે સેવાનો પ્રારંભ થયો છે. રાજ્યમાં યોજનાઓને અટકાવવા માટે પ્રયાસ કર્યા. ભાજપ અને મોદીને યશ ન મળે તે માટે વિરોધીઓએ પ્રયાસ કર્યા છે

નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ યોજનાઓને મંજૂરી આપવામાં આવી. ડોલીવાળા ભાઈઓએ શારીરિક શ્રમથી લોકોને દર્શન કરાવ્યાં છે

ગિરનારમાં અનેક સાધુ-સંતોએ તપ કર્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ  ગુજરાતમાંથી અંધારુ દૂર કર્યું છે

ગામડાઓમાં ૨૪ કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજના શરૂ કરાવી. નરેન્દ્રભાઈ મોદીની કર્તવ્યનિષ્ઠાથી લોકોના દુઃખ દૂર કર્યા. ખેડૂતોને રાત્રે વીજળીથી અનેક સમસ્યાઓ હતી, હવે ખેડૂતોની આ સમસ્યા પણ દૂર થશે. ૧૦૫૫ ગામમાં આજથી દિવસે વીજળીની યોજના શરૂ થશે. ૩ વર્ષમાં તમામ ગામમાં યોજનાઓ શરૂ થશે. ખેડૂતોના રાત્રીના ઉજાગરા બંધ થશે. તેમ અંતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

(4:39 pm IST)