Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નોરતુ ૮: આઠ આગ ચીરમી :૮ ઘંટારવ : ૮ ચપટીઃ ૮ તાલી

રાજકોટ : આદ્યશકિત વંદનારૂપી નોરતામાં દેશ-વિદેશોમાં ગરબાથી ગૌરવવર્ણી  રાજકોટની આંતરરાષ્ટ્રીય ફલક પર ગરબે ઘૂમતી કંકણ સંસ્થા રાજકોટ ગુજરાત ભારતે 'અકીલા'ના સથવારે ગરબાનો યજ્ઞ પ્રગટાવ્યો છે. અસંખ્ય વાચકો દર્શકોએ આ યજ્ઞમાં પોતાની ભાવના વ્યકત કરી સમુહસ્વરે જય આદ્યાશકિત આરતીને મહામંડળે વિહરામ કરી છે

  નોરતું ૮ અષ્ટમ ગરબા પ્રયોગ : અષ્ટમી અષ્ટભુજા આવી આનંદ માં સુનીવર મુનીવર જન્મયા દેવ દૈત્ય માં  ૐ જય જય ...માતૃવંદના નોરતા ઉત્સવના આઠમા નોરતા આદ્યશકિત અંબેનો આરાધનાનું દીપ પ્રાગટ્ય સીટી ન્યુઝ ચેનલ નીતીનભાઇ નથવાણી અને શ્રીમતી જયોતિબેન નીતિન નથવાણીના હસ્તે કરાયું. અષ્ટમ આઠમા નોરતે કંકણની ૮ જોગમાયાઓ માથા ઉપર આઠ આગજયોતિ માથા પર આઠ  ઘંટનાદ, આઠ તાલીઓ, આઠ ચપટીઓ, અને આઠ ચક્કર ના ચમકારે ચાચર ચોક ચૌદ લોકમાં રમતો ઘુમતો કર્યો.

 નોરતુ ૮ : માં દુર્ગાનું ૮મું સ્વરૂપ માં મહાગૌરીની પૂજા, અર્ચના, વંદનાનો છે. માં મહાગૌરી  દુર્ગાનું શુદ્ઘ સુંદર અને શાંત સ્વરૂપ છે.

 ત્રિશૂલ ડમરૂ ધારિણી માં મહાગૌરીઃ  આજે નવરાત્રીનો આઠમો દિવસ અર્થાત આઠમું નોરતું આજના દિવસે માં જગદંબાએ માં મહાગૌરી  સ્વરૂપ ધારણ કર્યું હતું. 'માં' શબ્દ જ એવો છે કે તેને બોલતા જ મોં ભરાઈ જાય અને અનન્ય આનંદની અનુભૂતિ થાય. માં નો  મહિમાં અને મમતા પણ એવી છે કે હૃદયના સાચા ભાવથી જો તમને ઉપાસના કરવામાં આવે તો માં ચોક્કસ રીઝે અને અણધાર્યા કામ પાર પાડે આજે આઠમા નોરતે માં મહાગોરી નો જાણી એતો માં જગદંબાએ આઠમા નોરતે મહાગોરી સ્વરૂપ ધારણ કર્યું હતું.

મહાગૌરી વર્ણ ગોરો હોવાથી તેઓ મહાગૌરી કહેવાયા. આ નોરતાની ઉપમા સંખ, ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે માતાજીના સમસ્ત આભૂષણ અને વસ્ત્ર શ્વેતાંબરી છે માતાજીને ચાર ભૂજાઓ છે અને તેમનું વાહન વૃષભનું (બળદ)  છે. માતાજીનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂલ ધારણ કરેલ છે ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેનો ડાબો હાથ અભય મુદ્રામાં છે માતાજી ની મુદ્રા અત્યંત શાંત છે નવરાત્રિના આઠમા નોરતે મહાગૌરીની પૂજા કરવાનું અનન્ય મહત્વ રહેલું છે.

(3:53 pm IST)
  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST

  • દેશમાં કોરોના ધીમો પડ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,934 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 78,13,667 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,80,881 થયા:વધુ 66,994 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 70,13,569 રિકવર થયા : વધુ 655 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,17,992 થયો: રિકવરી રેઈટ 90 ટકાની નજીક પહોંચ્યો access_time 1:00 am IST

  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST