Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં કે બ્લેક લીસ્ટમાં ?

ફ્રાંસના પેરીસમાં એક સપ્તાહ સુધી ચાલનારી FATFની બેઠકમાં નિર્ણય લેવાશે પાકિસ્તાન ગ્રે લીસ્ટમાં કે બ્લેક લીસ્ટમાં

નવી દિલ્હી,તા. ૨૪: આતંકવાદીઓને મળતી આર્થિક સહાય ઉપર દેખરેખ રાખતા આંતરરાષ્ટ્રીય સંગઠન – FATF એ પાકિસ્તાનને ગ્રે લીસ્ટ અર્થાત શંકાસ્પદ દેશોની સુચિમાં રાખવાનો નિર્ણય કર્યો છે. FATF ના અધ્યક્ષ માર્કસ પ્લેયરે જણાવ્યું છે કે પાકિસ્તાન FATF ના ર૭ પૈકી ૬ દિશાસૂચનોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે અને આ કામગીરી માટે પાકિસ્તાનને ફેબ્રઆરી ર૦ર૧ સુધીનો સમય આપવામાં આવ્યો છે.

પાકિસ્તાને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા માટેની કામગીરી કરવા FATF એ અગાઉ આપેલી સમય મર્યાદા કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ વધારવામાં આવી છે.

આર્થિક કામગીરી કાર્યવાહી દળ – FATF એ જણાવ્યું છે કે, આતંકવાદીઓને નાણાં સહાય ન મળે તે હેતુથી ધારાધોરણો કડક બનાવ્યા હોવા છતાં ઘણા આતંકવાદી સંગઠનોને વિશ્વમાં ધણા સ્થળોએ સમર્થન મળી રહ્યું છે. એવી જ રીતે ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।ઓ થકી તેમને નાણાં પણ મળી રહ્યા છે.

ભારતે, પાકિસ્તાન જૈશ-એ-મહંમદ અને લશ્કર-એ-તોઇબા જેવા સંગઠનોને નિયમિત સમર્થન આપી રહ્યું હોવાનો આક્ષેપ કરીને પાકિસ્તાન સામે પગલાં લેવા FATFને અનુરોધ કર્યો છે.

ફ્રાંસના પેરીસમાં એક સપ્તાહ સુધી ચાલનારી FATF ની પૂર્ણકદની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં રાખવું કે તેને બ્લેક લીસ્ટમાં મૂકવું એ સમીક્ષા બાદ નિર્ણય લેવાશે.

(3:41 pm IST)
  • રાજ્યમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની સંખ્યા ૨.૧૦ લાખ : ડેટાબેઝ તૈયાર કરવાની કાર્યવાહી : કેન્દ્રીય આરોગ્ય સચિવ સાથે વિડીયો કોન્ફોરન્સમાં આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ સરકારને આંકડા આપ્યા access_time 3:38 pm IST

  • પાંચ ટીવી ચેનલોને જાહેર માફી પ્રસારીત કરવા NBSA દ્વારા આદેશ: સુશાંતસિંઘ રાજપૂતના મૃત્યુના સમાચાર પ્રસિદ્ધ કરવા સમયે પત્રકારિત્વના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે આજતક, ઝીન્યૂઝ, ઇન્ડિયાટીવી અને અને ન્યૂઝ ૨૪ ને માફી પ્રસારિત કરવા ન્યૂઝ બ્રોડકાસ્ટીંગ સ્ટાનડર્ડ ઓથોરિટી (એનબીએસએ) એ આદેશ આપ્યા access_time 1:04 pm IST

  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST