Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

છત્તીસગઢના જંગલોમાં ૬૦૦ વર્ષથી વધુ આયુના ૪ વૃક્ષો : રામ-લક્ષ્મણ-ભરત-શત્રુધ્ન નામ અપાયા છે

ર૦ મીટરમાં ચારેય વૃક્ષો એક લાઇનમાં છે : ૧ર કિલોમીટરનો દુર્ગમ રસ્તો કાપી પહોંચી શકાય : જાણે ત્રેતાયુગમાં ચારેય ભાઇઓ સાથે ઉભા હોય તેવો થતો આભાસ : જાણકારો મુજબ વૃક્ષો રામલલાના જન્મ સ્થળ નિર્માણ પહેલાથી અસ્તિત્વમાં

જગદલપુર, તા. ર૪ : છત્તીસગઢના બસ્તરમાં તિરિયા-માચકોટ ફોરેસ્ટ રેન્જના ગાઢ જંગલોમાં ૬૦૦ વર્ષથી વધુ સમયથી સાગના વિશાળકાય વૃક્ષોને જોવા રોમાંચ છે. આ વૃક્ષોને વન વિભાગે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન નામ આપ્યા છે. ખાસ વાત છે કે, ફકત ર૦ મીટરના અંતરમાં આ ચારેય વૃક્ષો સીધી લાઇનમાં છે. તેને જોઇને આભાસ થાય છે કે, જાણે ત્રેતાયુગમાં ચારેય ભાઇઓ એક સાથે ઉભા હોય. જેમાં સૌથી ઉંચુ વૃક્ષ ૩૮૯ મીટર છે અને  થડ ૩પર સેન્ટીમીટર જાડુ છે.

જાણકારો મુજબ આ વૃક્ષોની વાસ્તવીક આયુની ગણનાના હિસાબથી જોવામાં આવે તો આ અયોધ્યામાં શ્રીરામ લલાના જન્મ સ્થળ નિર્માણથી પહેલાના અસ્તિત્વમાં છે. એડવેન્ચર ટુરીઝમ માટે પ્રસિદ્ધ આ સાગોના વૃક્ષોની ધરોહરને જોવા ઓછા લોકો જ પહોંચી શકે છે જે માટે જંગલમાં ૧ર કિલોમીટર ચાલવું પડે છે. જેમાં છેલ્લા એક કિલોમીટરનો રસ્તો ગાઢ જંગલથી છવાયેલો છે. મોટા-મોટા કીડાઓ-પતંગીયાઓ અને મચ્છરોના ડંખ સહન કરી પહોંચવું પડે છે.

જગદલપુરથી ૬૦ કિલોમીટર દૂર તિરીયા વનગ્રામ છે. અહીંથી માચકોટ રેન્જનું ગાઢ જંગલ શરૂ થાય છે. અહીં કાચા રસ્તા અને પહાડી નાલા પાર કરી ૧ર કિ.મી. જંગલની અંદર જવું પડે છે ત્યારબાદ તે જગ્યા આવે છે, જયાં તેને કાંટાળા તારથી સુરક્ષીત કરવામાં આવી છે. આ આખો વિસ્તાર વિરાન અને માનવ ડખલથી ખૂબ જ દૂર છે.

વૃક્ષોની ખાસીયત

નામ

ઉંચાઇ

થડની ગોળાઇ

રામ

૩૮૯ મીટર

૩પર સે.મી.

લક્ષ્મણ

૩૪પ મીટર

૩પ૦ સે.મી.

ભરત

૩૪૦ મીટર

૩૩૬ સે.મી.

શત્રુધ્ન

૩૮૦.પ મીટર

૩૧૪ સે.મી.

(3:40 pm IST)