Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ઇમ્યુનીટી વધારવાનો ક્રેઝ

આ ઉનાળામાં કોલ્ડ્રીંકથી વધારે વેચાયું ચ્યવનપ્રાશ

ડાબરના શેર ૭ મહિનામાં ૩૦ ટકા વધ્યા

જયપુર તા. ર૪: એપ્રિલ, મે અને જૂનમાં પંખા, કુલર અને એસી અથવા કોલ્ડ્રીંક અથવા આઇસ્ક્રીમની વાતો થતી હોય છે પણ કોરોનાએ આ વખતે બધું ફેરવી નાખ્યું. આ ઉનાળામાં ન તો કોલ્ડ્રીંકે લોભાવ્યા ન આઇસ્ક્રીમે આ નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસીકમાં કોકા કોલાની આવક ૩૩ ટકા ઘટી. જુલાઇથી સપ્ટેમ્બરમાં પણ તેનું વેચાણ ઠંડુ જ રહ્યું. કંપનીના અધિકારીઓનું માનવું છે કે છેલ્લા રપ વર્ષોમાં પહેલી વાર કંપનીની આવક ઘટી છે. શિયાળામાં ખવાતા ચ્યનપ્રાશનું વેચાણ આ વર્ષે ઉનાળામાં બહુ થયું, કારણ હતું કોરોનાનો ડર, ઇમ્યુનીટી એક કંપનીના ચ્યનપ્રાશનું વેચાણ પહેલા ત્રિમાસીકમાં ૭ ગણું વધ્યું. ચ્યનપ્રાશ બનાવતી બીજી કંપનીઓએ પણ આ વરસે કોલ્ડ્રીંકની મોસમમાં ચ્યવાનપ્રાશ બહુ વેચ્યું.

ચ્યવનપ્રાશ સહિત ઇમ્યુનીટી વધારનારા અન્ય ઉત્પાદનો બનાવતી ડાબર ઇન્ડીયાના શેરોમાં છેલ્લા ૭ મહિનામાં ૩૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો. દેશમાં લોકડાઉન લાગ્યાના એક દિવસ પહેલા (ર૪ માર્ચે) તેના શેરની કિંમત ૪૦૧ રૂપિયા હતી. જે ર૩ ઓકટોબરે પ૧૯ રૂપિયા હતી.

(3:13 pm IST)