Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ગુગલ પાસે છે તમારો બધો ડેટા

સાવધાન.. ગુગલ રાખે છે તમારી દરેક એકટીવીટી પર નજર

નવી દિલ્હી,તા. ૨૪: ગુગલ આપણી જીંદગીનો મહત્વનો હિસ્સો બની ગયું છે. ઇન્ટરનેટ સાથે સંકળાયેલા ઘણા કામો એવા હોય છે. જે ગુગલની મદદ વગર પુરા ન થઇ શકે. તો, એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરવા માટે ગુગલ એકાઉન્ટ હોવું. જરૂરી છે. જો તમે ગુગલ ક્રોમ અથવા એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન વાપરતા હો તો તમારી બધી એકટીવીટી પર ગુગલની નજર છે. તમે પ્લેટ સ્ટોરમાંથી કઇ એપ ડાઉનલોડ કરો છો અથવા કઇ વેબસાઇટ પર જઇ રહ્યા છો આ બધો ડેટા ગુગલ પાસે છે.પર્સનલ સેટીંગમાં જઇને લોકેશન ઓફ કરી દેવાથી કંપની પાસે તમારા લોકેશનની માહિતી નથી હોતી પણ રિપોર્ટ અનુસાર, વાસ્તવમાં આમ નથી થતું જેવો તમે ગુગલ મેપ ઓન કરો એટલે તમારી વર્તમાન પર સર્ચ કરતી વખતે પણ કંપની તમારી પોઝીશનની માહિતી લે છે. એન્ડ્રોઇડ ડીવાઇસના ગુગલના લગભગ બે અબજ યુઝર્સ અને દુનિયાભરમાં આઇફોનના કરોડો યુઝર્સ મેપ અથવા સર્ચ માટે ગુગલ પર ભરોસો કરે છે પણ તેમની પ્રાઇવસી હમેશા જોખમમાં રહે છે. તમારા દરેક ડગલા પર નજર રહેવાના કારણે પ્રાઇવસી ખતમ થવાનું જોખમ રહે છે.તમારા ફોનનું કોન્ટેકટ લીસ્ટ પણ જીમેલ એકાઉન્ટ સાથે લીંક હોય છે. એટલે કે તમારા ફોનનો દરેક કોન્ટેકટ ગુગલ પાસે હોય છે. એવી જ રીતે તમારા ફોનના દરેક વીડીયો અને ફોટો પણ ગુગલ પાસે જમા થઇ જાય છે. ગુગલ તેને પોતાના કલાઉડ સ્ટોરેજ એટલે કે ગુગલ ડ્રાઇવ પર સેવ કરી લે છે.ગુગલ પોતાના યુઝર્સની સીકયોરીટી બાબતે બહુ સાવધ રહે છે. એટલે કે તે પોતાના યુઝર્સને એક ઓપ્શન આપે છે. જેના દ્વારા તેઓ ચેક કરી શકે છે કે તેમના ગુગલ એકાઉન્ટ પર કઇ કઇ ડીવાઇસ કામ કરી રહી છે. નિષ્ણાંતનું કહેવું છે કે ગુગલને તમારા લોકેશનની માહિતી એકઠી કરતા રોકવા માટે તમે 'વેબ એન્ડ એપ એકટીવીટી'ને ઓફ કરી શકો છે.

(3:12 pm IST)