Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ઈન્દીરાજીની તિથીએ ખાલીસ્તાની ઝંડાઓ ફરકાવવા બાળકોને આઈફોન આપવાની જાહેરાતઃ પંજાબમાં એલર્ટ

ઈન્દીરા ગાંધીના હત્યારા બીઅંતસિંહના ૩૬માં મૃત્યુદિને લોકોને ઉશ્કેરવા એસ.એફ.જે.ની નવી ટેકનીક

નવી દિલ્હીઃ પ્રતિબંધીત અલગતાવાદી ગ્રુપ શીખ્સ ફોર જસ્ટીસ (એસએફજે) પોતાના ભારત વિરોધી એજન્ડાને યેનકેન પ્રકારે લોકો સુધી ફેલાવવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યું છે. હવે આ ગ્રુપ ઓકટોબર ૩૧, ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીના મૃત્યુ દિને ખાલીસ્તાની ઝંડાઓ ફરકાવવા માટે વિદ્યાર્થીઓને આઈફોન- ૧૨ આપવાની જાહેરાત કરી રહ્યું છે.

એસએફજે એ વિદ્યાર્થીઓને ૩૧ ઓકટોબરે શાળા- કોલેજો અને યુનિવર્સીટીઓમાં ખાલીસ્તાની ધ્વજ ફરકાવવા કહ્યું હોવાના ઈનપુટ મળતા કેન્દ્રીય એજન્સીઓએ પંજાબને એલર્ટ કર્યું છે.

ઈન્દીરા ગાંધીના હત્યારા બીઅંતસિંહના ૩૬માં મૃત્યુદિને લોકોને ઉશ્કેરવા માટે એસએફજેએ આ નવી ટેકનીક અપનાવી છે. આઈ.બી.અને. અને એન.આઈ.એ.ને એસ.એફ.જે.ના પગલાના ઈનપુટ તેના જનરલ કાઉન્સેલ ગુરપતવંત સીંઘ પન્નુ વીડીયોમાંથી મળ્યા છે. જેમાં કહેવાયું છે કે વિદ્યાર્થીઓને આઈફોન-૧૨મીથી આપવામાં આવશે. જેમાં પંજાબ રેફરન્ડમ એપ અને એસએફજે વોટર્સ રજીસ્ટ્રેશન ડેટાબેઝની વીપીએન પહેલાથી ઈન્સ્ટોલ કરાયેલ હશે.

(3:09 pm IST)