Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

શક્તિ રૂપેણ માતાજીઓ ગુજરાતને નિરંતર આશીર્વાદ આપે છે, જૂનાગઢ ખાતે ગિરનાર રોપ-વે સહિત ત્રણ યોજનાઓનું લોકાર્પણ કરતી વેળાએ નરેન્દ્રભાઈનું ઉદબોધન: વિજયભાઈએ કહ્યું કે ત્રણ વર્ષમાં ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે: સુશાંત સિંઘ રાજપુતના મૃત્યુ અહેવાલો સબબ પાંચ ટીવી ચેનલોને "માફી" પ્રસારિત કરવા ન્યુઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડસ ઓથોરિટીનો આદેશ: આવતીકાલે દશેરાનો તહેવાર, શસ્ત્રપૂજન સાદગીપૂર્ણ થશે, રાવણદહન રદ: સૌરાષ્ટ્ર-કચ્છમાં મધરાતથી ઠંડક પ્રસરવાનું યથાવત ચાલુ રહ્યું, રાત્રિના ફરતા પંખાની રફતાર સાથે ગરમી પણ ઘટી, જો કે સૂર્યનારાયણના દર્શન થતાં જ હુંફાળું વાતાવરણ યથાવત્ અને બપોરે ઉકળાટ: સૌરાષ્ટ્રના જેતપુરમાં લાખો રૂપિયાની જંગી લૂંટ કરનાર રાજકોટની ટોળકીના ચાર ઝડપાયા: અમેરિકા-ફ્રાન્સમાં અત્યાર સુધીના સૌથી વિકરાળ અને વધુ કોરોના કેસો સામે આવ્યા, બ્રિટનમાં લોકડાઉન, ઇટાલીમાં કફર્યું, અમેરિકામાં એક જ દિવસમાં ૮૦ હજારથી વધુ નવા કેસ, ૩૮ રાજ્યોની હાલત ખરાબ

(2:00 pm IST)