Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કાળમુખા કોરોનાનો ફરી ફુંફાડો

અમેરિકા-ફ્રાંસમાં અત્યાર સુધીના સૌથી વિકરાળ કેસ સામે આવ્યા : બ્રિટનમાં લોકડાઉન

અમેરિકામાં ૮૦૦૦૦ નવા કેસ : ૩૮ રાજયોની હાલત ખરાબ : ફ્રાંસમાં રેકોર્ડબ્રેક ૪ર૦૦૦ નવા કેસ

વોશિંગ્ટન, તા. ર૪ : રાષ્ટ્રપતિ ટ્રમ્પના તમામ દાવાઓ છતાં પણ અમેરિકામાં કોરોના વાયરસ ફરી એક વખત વિકરાળ સ્વરૃપ ધારણ કરી રહ્યો છે. અમેરિકામાં ગઇકાલે લગભગ ૮૦ હજારથી વધુ નવા કેસ આવ્યા છે. મહામારીની શરૃઆત બાદથી સૌથી વધુ છે. ૩૮ રાજયોમાં સ્થિતિ ખરાબ છે. ફ્રાંસમાં પણ રેકોર્ડબ્રેક ૪ર૦૦૦ નવા કેસ સામે આવ્યા છે તો બીજી તરફ બ્રિટનમાં વાયરસે ફુંફાડો મારતા સખત લોકડાઉન લગાવવું પડયું છે.

કોરોનાથી અમેરિકામાં અત્યાર સુધીમાં ર,ર૯,ર૮૪ લોકોના મોત થયા છે અને ૮૭,૪૬,૯પ૩ લોકો સંક્રમિત થયા છે. નવા કેસ આવતા અમેરિકા અને ફ્રાંસમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

ફ્રાંસમાં અત્યાર સુધીમાં ૩૪પ૦૮ લોકોના મોત થયા છે તો વિશ્વનો આંકડો ૧૧,૪૯,રર૯ થયા છે.

બ્રિટનમાં લાખો લોકો લોકડાઉનમાં આવી ગયા છે. ગ્રેટર માન્સચેસ્ટરની ર૮ લાખની વસ્તી પણ મધરાતથી ઇંગ્લેન્ડના બિલવચ્યુલ સીટી અને બેંકશાયરના કડક પ્રતિબંધો સાથે સામેલ થઇ ગઇ છે. આ સાથે બધી વેપારી પ્રવૃતિ પણ બંધ છે. સાઉથ, યોર્કશાયર પણ આજથી પ્રતિબંધ હેઠળ કુલ ૭૦ લાખની વસ્તી લોકડાઉનમાં આવી જશે. વેલ્સમાં પણ ૧૭ દિવસનું લોકડાઉન લાગુ થયું છે જેને કારણે ૩૧ લાખ લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે.

(12:38 pm IST)