Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

પાણી બરબાદ કરશો તો થશે ૫ વર્ષની સજા : ૧ લાખનો દંડ

પાણીનો આડેધડ ઉપયોગ કરી વેડફી નાખનારા હવે ચેતી જાય : દેશમાં અત્યાર સુધી દંડ -સજાની જોગવાઇ ન્હોતીઃ દેશમાં પીવાના પાણીની વધતી સમસ્યાને લઇ પાણીની બરબાદી કરનાર પર શિકંજો કસવા લેવાયું મોટું પગલું

નવી દિલ્હી,તા. ૨૪: દેશમાં પાણીનો વ્યય કરનારાએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. હકકીકતમાં, હવે કોઈપણ વ્યકિત અને સરકારી સંસ્થા જો પીવા યોગ્ય પાણીની બરબાદી કે કારણ વિના ઉપયોગ કરશે તો તેને એક દંડનીય ગુનો માનવામાં આવશે. આ પહેલા ભારતમાં પાણીની બરબાદીને લઈને દંડની કોઈ જોગવાઈ ન હતી. દ્યરોની ટાંકીઓ ઉપરાંત ઘણી વખત ટેન્કોથી પાણી પહોંચાડતી નાગરિક સંસ્થાઓ પણ પાણીનો વ્યય કરે છે.

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)ના નવા નિર્દેશ મુજબ, પીવા યોગ્યા પાણીનો દુરુપયોગ ભારતમાં ૧ લાખ રૂપિયા સુધીના દંડ અને ૫ વર્ષ સુધીની જેલની સજાી સાથે દંડનીય ગુનો ગણાશે.

CGWAએ પાણીની વ્યય અને કારણ વિના ઉપયોગને રોકવા માટે ૮ ઓકટોબર, ૨૦૨૦એ પર્યાવરણ (સંરક્ષણ) કાયદા, ૧૯૮૬ના કલમ પાંચમાં અપાયેલી શકિતઓનો ઉપયોગ કરતા ઓથોરિટી અને દેશના બધા લોકોને સંબોધિત કરતા બે પોઈન્ટસમાં પોતાનો આદેશ આપ્યો છે.

આ આદેશ આપ્યાની તારીખથી સંબંધિત નાગરિક સંસ્થાઓ કે જે રાજયો અને સંઘ શાસિત પ્રદેશોમાં પાણીની આપૂર્તિ નેટવર્કને સંભાળે છે અને જેમને પાણી પુરવઠા બોર્ડ, જળ નિગમ, વોટર વકર્સ ડિપાર્ટમેન્ટ, નગર નિગમ, નગર પાલિકા, ડેવલોપમેન્ટ ઓથોરિટી, પંચાયત કે કોઈ પણ અન્ય નામથી બોલાવાય છે, તે એ સુનિશ્યિત કરશે કે ભૂ-જળમાંથી મેળવાયેલી પોટેબલ વોટર એટલે કે પીવા યોગ્ય પાણીની બરબાદી અને તેનો કારણ વિના ઉપયોગ નહીં થાય. આ દેશનું પાલન કરવા માટે બધા એક તંત્ર વિકસાવશે અને આદેશનું ઉલ્લંદ્યન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

 દેશમાં કોઈ પણ વ્યકિત ભૂ-જળ સ્ત્રોતમાંથી મેળવાયેલા પોટેબલ વોટરનો કારણ વિના ઉપયોગ નહીં કરી શકે.

નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે રાજેન્દ્ર ત્યાગી અને બિન સરકારી સંસ્થા ફ્રેન્ડ્સ તરફથી ગત વર્ષે ૨૪ જુલાઈ, ૨૦૧૯હ્ય્ પાણીનો દુરુપયોગ રોકવા માંગ કરતી અરજી પર પહેલી વખત સુનાવણી કરી હતી. હકીકતમાં, આ મામલે લગભગ એક વર્ષથી વધુ સમય પછી ૧૫ ઓકટોબર, ૨૦૨૦એ એનજીડીના આદેશનું પાલન કરતા કેન્દ્રીય જળ શકિત મંત્રાલયને આધીન સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટીએ આદેશ આપ્યો છે.

(11:37 am IST)